કાલાવડ ખાતે ઈન્ટરનેશનલ મિલેટ્સ વર્ષ-૨૦૨૩ અંતર્ગત તાલુકા કક્ષાના મિલેટ્સ કૃષિ મેળાનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, કાલાવડ

        ઈન્ટરનેશનલ મિલેટ્સ વર્ષ-૨૦૨૩ અંતર્ગત એ.પી.એમ.સી. કાલાવડ ખાતે તાલુકા કક્ષાના મિલેટ્સ કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પંચાયતની આઇ.સી.ડી.એસ શાખા દ્વારા વિવિધ મિલેટસમાંથી બનતી અવનવી વાનગીઓના સ્ટોલ બનાવવામાં આવેલ તે સમગ્ર કાર્યક્રમ દરમિયાન સૌના આકર્ષણનું કેન્દ્ર બનેલ સાથે સાથે કાર્યક્રમમાં કૃષિ, બાગાયત, આત્મા, પશુપાલન, આરોગ્ય એસ.બી.આઈ બેંક, પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતનો સ્ટોલ તથા એપ્રો સંસ્થા, જી.એ.ટી.એલ.રિદ્ધિ સિદ્ધિ ફાર્મ જુવાનપર, ધ ગુજરાત ગ્રીન ઓર્ગેનિક ફાર્મ એન્ડ નર્સરી સહીત કૃષિ પ્રદર્શનના સ્ટોલનું પ્રદર્શન બહોળી સંખ્યામાં ખેડૂતોએ તેમજ મહાનુભાવોએ નિહાળ્યું હતું.

કાર્યક્રમ અંતર્ગત મહાનુભાવોના હસ્તે કૃષિ ખાતાના સોલાર યુનિટ ઘટકના પૂર્વ મંજૂરી પત્રો તેમજ આત્મા યોજનાના ફુડ સિક્યુરીટી મિશનની શાકભાજી કિટનું પણ વિતરણ કરવામાં આવેલ.

આ કાર્યક્રમમાં કાલાવડ એ.પી.એમ.સી. ચેરમેન મૌલીકભાઇ નથવાણી, એ.પી.એમ.સી.ના વાઈસ ચેરમેન મુકુંદભાઇ સાવલિયા, જામનગર ડિસ્ટ્રીક્ટ બેન્કના વાઈસ ચેરમેન રાજુભાઈ વાદી, એ.પી.એમ.સી.ના તમામ ડિરેક્ટરઓ, માજી તાલુકા પ્રમુખ મુળજીભાઇ ધેડા, હસુભાઇ વોરા, સંજયભાઇ ડાંગરીયા, મહેશભાઇ સાવલીયા, છગનમાઇ સોરઠીયા, ડો.એમ.એમ.તળપદા, કૃષિ વૈજ્ઞાનિક બાજરા સંશોધન કેન્દ્ર જામનગર, આર.એસ.ગોહેલ જિલ્લા ખેતીવાડી અધિકારી વગેરે હજર રહ્યા હતા. વધુમાં તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાએથી બહોળી સંખ્યામાં ખેડુતોએ હાજરી આપી કાર્યક્રમને ખુબ જ સફળ બનાવેલ.

Related posts

Leave a Comment