હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લા અધિક કલેકટર અધિક કલેક્ટર બી.વી.લિંબાસિયાના અધ્યક્ષતામાં ઈણાજ કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં અધિક કલેક્ટર દ્વારા જનપ્રતિનિધિઓના લોકપ્રશ્નો અંગે જરૂરી ચર્ચા કરી અને સંબંધિત વિભાગના અધિકારીઓને ઝડપી અને સુનિયોજીત ઉકેલ લાવવા સૂચના આપવામાં આવી હતી. સંકલન મિટિંગમાં લોક ફરિયાદ અને રાઈટ ટુ સી એમ અન્વયે મળેલી અરજીઓ, ક્વોરી ખનીજ લીઝ,સરકારી કચેરીઓની જમીન માપણી,અને ગેરકાયદેસર દબાણ દૂર કરવા જેવા સવાલો રજૂ કરવામાં આવ્યા હતાં. અધિક કલેક્ટરએ સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓને સમસ્યાનું યોગ્ય અર્થઘટન કરી અને ત્વરિત…
Read MoreDay: November 18, 2023
માંડલ બેચરાજી સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજનથી છેવાડાના ગામો સુધી પહોંચ્યો વિકાસ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર વિશ્વના સૌથી મોટા ઓટો મોબાઈલ હબ તરીકે ઉભરી રહેલુ માંડલ બેચરાજી વિશેષ રોકાણ ક્ષેત્ર (MBSIR) એ ઓટો મોબાઈલ અને ઓટો કોમ્પોનેન્ટ્સનું ઉત્પાદન કરતા ઉદ્યોગોનું કેન્દ્ર છે. મારૂતિ સુઝુકી અને હોન્ડા જેવી જાણીતી કંપનીઓ સ્થાપિત થવાના કારણે અહીંના સ્થાનિક ધંધા-રોજગારને પણ વેગ મળ્યો છે. આ અંગે વાત કરતા સ્થાનિક રહેવાસી રણજીતભાઈ ઠાકોર કે જેઓ છેલ્લા 20 વર્ષથી આ વિસ્તારમાં આવેલા સીતાપુર ગામમાં ટી સ્ટોલ ચલાવે છે, તેમણે જણાવ્યું કે માંડલ બેચરાજી સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન બન્યું, એ પહેલા માત્ર ગામના લોકો અને એક ગામથી બીજે…
Read Moreસરદાર સરોવર ડેમના બાંધકામથી ડુબમાં ગયેલી જમીનના ખાતેદારોના પુનઃવસવાટ માટે બનાવાયેલી વસાહતો તેના મૂળ ગામ સાથે ભેળવી
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર સરોવર ડેમના બાંધકામથી ડૂબમાં ગયેલી જમીનના ખાતેદારોના પુનઃવસવાટ માટે બનાવવામાં આવેલી ૮૦ જેટલી વસાહતોને તેના નજીકના મૂળ ગામ સાથે ભેળવી દેવાનો નિર્ણય કર્યો છે. સરદાર સરોવર ડેમના નિર્માણને કારણે જેમની જમીનો ડુબાણમાં ગયેલી છે તેવા ખાતેદારોના પુનઃવસવાટ માટે સરદાર સરોવર પુનઃ વસવાટ એજન્સી દ્વારા જુદી જુદી જગ્યાએ વસાહતો બનાવવામાં આવી છે.નર્મદા યોજનાના અસરગ્રસ્તોને પુનઃસ્થાપન કરીને વસાવવામાં આવેલી આવી વસાહતોમાં અસરગ્રસ્તોને માટે રહેણાંકના મકાનો, પીવાના પાણીની સુવિધા, રસ્તા, કોમન પ્લોટ, સ્કુલ, દવાખાના વગેરે ભૌતિક સવલતો પૂરી પાડવામાં આવેલી છે.આવી વસાહતોને તેના…
Read Moreરખડતા પશુઓ પકડવા રાજકોટ મહાનગરપાલિકાની ૧૫ ટીમો દ્વારા ૨૪ કલાક રાઉન્ડ ધ ક્લોક કામગીરી
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલે સવારે ૬ ટીમ, બપોર પછી ૬ ટીમ તથા રાત્રે ૩ ટીમ એમ કુલ ૧૫ ટીમો દ્વારા શહેરમાંથી રખડતા પશુ પકડવાની કામગીરી ૨૪ કલાક ચાલુ કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી શાખા દ્વારા તા.૩૧/૧૦/૨૦૨૩ના રોજ ૬૬, તા.૦૧/૧૧/૨૦૨૩ના રોજ ૬૩, તા.૦૨/૧૧/૨૦૨૩ના રોજ ૭૩, તા.૦૩/૧૧/૨૦૨૩ના રોજ ૫૯, તા.૦૪/૧૧/૨૦૨૩ના રોજ ૬૨, તા.૦૫/૧૧/૨૦૨૩ના રોજ ૪૦, તા.૦૬/૧૧/૨૦૨૩ના રોજ ૬૨, તા.૦૭/૧૧/૨૦૨૩ના રોજ ૬૯, તા.૦૮/૧૧/૨૦૨૩ના રોજ ૬૧, તા.૦૯/૧૧/૨૦૨૩ના રોજ ૫૪, તા.૧૦/૧૧/૨૦૨૩ના રોજ ૪૪, તા.૧૧/૧૧/૨૦૨૩ના રોજ ૪૮, તા.૧૨/૧૧/૨૦૨૩ના રોજ ૩૮, તા.૧૩/૧૧/૨૦૨૩ના રોજ ૪૦, તા.૧૪/૧૧/૨૦૨૩ના રોજ ૩૧, તા.૧૫/૧૧/૨૦૨૩ના રોજ…
Read Moreજામનગર જિલ્લામાં પરપ્રાંતીય શ્રમિકોને કામ પર રાખતા પૂર્વે પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરાયા
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લામાં આવેલા ઔદ્યોગિક એકમો, હાઈવે ઓથોરિટી દ્વારા તથા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડના કામોમાં તેમજ અન્ય બાંધકામના કામો માટે બહારથી કે અન્ય રાજ્યોમાંથી શ્રમિકો, મજુર ઠેકેદાર, સપ્લાયર્સ અને કોન્ટ્રાકટરને બોલાવવામાં આવે છે. જિલ્લામાં મિલ્કત વિરુદ્ધના ગુન્હાઓની તપાસ કરતા જાણવા મળ્યું છે કે, મોટા ભાગના કિસ્સામાં ગુજરાત રાજ્યની બહારથી આવેલા શ્રમિકો રોડ પર ખાડા ખોદવાના કામમાં અને ઔદ્યોગિક એકમોમાં મજૂરી કામ કરી રહેલા શ્રમિકો સ્થાનિક પરિસ્થિતિથી વાકેફ હોય છે. તેઓ ઘરફોડ ચોરી, લૂંટ તથા અન્ય મિલ્કત વિરુદ્ધના ગુનાઓ આચરીને પરત પોતાના વતનમાં જતા…
Read Moreનૂતનવર્ષે રાજ્ય સરકારનો ખેડૂતો માટે વધુ એક ઐતિહાસિક નિર્ણય
હિન્દ ન્યુઝ, જામનગર વરસાદી પાણીનો ઉપયોગથી ખેતી કરનાર ખેડૂતોને એકજ સર્વે નંબરના ખેતરમાં હયાત વીજ કનેકશન ઉપરાંત વધુ એક વીજ જોડાણ અપાશે : ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ એ જણાવ્યું છે કે, ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે નૂતનવર્ષે વરસાદી પાણીના ઉપયોગથી ખેતી કરનાર ખેડૂતોને એક જ સર્વે નંબર ધરાવતા તેમના ખેતરમાં હયાત વીજકનેકશન ઉપરાંત વધુ એક વીજ જોડાણ આપવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે ઉર્જામંત્રી એ ઉમેર્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યસરકારે ખેડૂતોના હિતમાં અનેકવિધ નિર્ણયો કર્યા છે અને જ્યારે જ્યારે જરૂર…
Read More