હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જીલ્લાના જેતપુર-પાવી તાલુકામાં શિહોદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નં-૫૬ પર આવેલ ભારજ નદીનો બ્રિજ તા. ૨૯/૦૭/૨૦૨૩ના રોજ નજરે પડેલ સેટલમેન્ટને કારણે ભારે વાહન વ્યવહાર બંધ અંગેનું પ્રથમ જાહેરનામું તા. ૧૨/૧૦/૨૦૨૩ થી તા. ૧૧/૧૧/૨૦૨૩ સુધીના સમયગાળા માટે જિલ્લા મેજીસ્ટ્રેટ કચેરી દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. જે કાર્યપાલક ઈજનેર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, વડોદરાના પત્રથી સદર પુલને આરટીઓ પાસિંગ કેપેસિટી મુજબ ટુ-વ્હિલર વાહનો તથા ફોર-વ્હિલર વાહનો તેમજ ખાસ સંજોગોમાં એમ્બ્યુલન્સ જેવા વાહનોને તથા રાહદારી માટે શરતોને આધીન ખુલ્લો મુકવા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જણાવવામાં આવ્યું હતું. વર્તમાન પરિસ્થિતીને…
Read MoreDay: November 22, 2023
સમગ્ર રાજ્યમાં આગામી તા.24 નવેમ્બરથી વિકસિત ભારત સંકલ્પ રથયાત્રાનો શુભારંભ થશે
હિન્દ ન્યુઝ, જામનગર રાજ્યના છેવાડાના માનવી સુધી વિવિધ યોજનાઓનો લાભ પહોંચાડવા અને આવી વિવિધ સરકારી યોજનાઓ અંગેની જાગૃતિ ફેલાવવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સમગ્ર રાજ્યમાં આયોજન કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લામાં આગામી તા.24 નવેમ્બરથી આ યાત્રાનો શુભારંભ થવા જઈ રહ્યો છે. જામનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યના પશુપાલકોના લાભ માટે અને ખેડૂતોની આવક બમણી થાય તે હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2022થી ”પશુપાલન કિસાન ક્રેડીટ કાર્ડ યોજના” શરુ કરવામાં આવી છે. આ યોજના હેઠળ પશુઓના નિભાવ ખર્ચ માટે પશુપાલકોને પશુધિરાણ આપવામાં આવે છે. આ યોજના તેમજ અન્ય યોજનાઓનો…
Read Moreવિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમના આયોજન અંગે કલેકટર બી.એ.શાહના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, જામનગર સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યના છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ યોજનાઓની પાત્રતા ધરાવતા લાભાર્થીઓને પ્રજા કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડવા અને યોજના અંગેની જાગૃતિ ફેલાવવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સમગ્ર રાજ્યમાં આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત જામનગર જિલ્લામાં તારીખ 24 નવેમ્બરથી આ યાત્રાનો પ્રારંભ થશે જેના સુચારું આયોજન અંગે જિલ્લા કલેકટર બી.એ શાહના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ભારત સરકારના ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી સેક્રેટરીશ્રી પ્રાંકુર ગુપ્તા હાજર રહ્યા હતા તેમજ…
Read Moreજામનગર સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા દિવાળીના પર્વ નિમિત્તે રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા વિવિધ દિવસો અને તહેવારોની ખાસ ઉજવણી કરવામાં આવતી હોય છે. સંસ્થાના ઓરલ મેડિસિન અને રેડિયોલોજી વિભાગના પ્રાધ્યાપક અને વડા શ્રી ડો.રીટા એન.ઝાના માર્ગદર્શન હેઠળ ગત તા.08 નવેમ્બરના રોજ ”આંતરરાષ્ટ્રીય રેડિયોલોજી દિવસ” ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ”આર્ટ ઈન રેડિયોલોજી” અને ”રેડિયોલોજી રંગોળી” ના શીષર્ક હેઠળ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બંને સ્પર્ધામાં સંસ્થાના અનુસ્નાતક અને સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. ”આર્ટ ઈન રેડિયોલોજી” સ્પર્ધામાં વિદ્યાર્થીઓ દ્વારા અવનવી ચીજવસ્તુઓ દ્વારા વિવિધ પ્રતિકૃતિઓ બનાવીને તેનો એક્સ-રે…
Read Moreઆગામી તા.૨૪ તથા ૨૫ નવેમ્બરના રોજ જિલ્લામાં વિવિધ ૬ સ્થળોએ ‘રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩’નુ આયોજન
હિન્દ ન્યુઝ, જામનગર જિલ્લા વહિવટી તંત્ર તથા જિલ્લા ખેતીવાડી કચેરી જામનગરના સંયુક્ત ઉપક્રમે આગામી તા.૨૪ તથા તા.૨૫ નવેમ્બરના રોજ કે.વી.કે.જામનગર તથા કાલાવડ, જામજોધપુર, લાલપુર, ધ્રોલ, જોડીયા એ.પી.એમ.સી. ખાતે ‘રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩’નુ આયોજન હાથ ધરવામાં આવનાર છે. જે આયોજનની સુચારૂ અમલવારી માટે જિલ્લા કલેકટર બી.એ.શાહના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠક મળી હતી. કાર્યક્રમની વિગતો આપતા જિલ્લા ખેતીવાડી અધિકારી ગોહિલે જણાવ્યુ હતુ કે તા.૨૪ તથા તા.૨૫ નવેમ્બરના રોજ યોજાનાર બે દિવસીય કાર્યક્રમમાં ખેડૂતોને લગતી વિવધ યોજનાઓના લાભો તેમજ કૃષિ વિષયક વિવિધ માહિતીઓ આ કાર્યક્રમના માધ્યમથી ખેડૂતો સુધી પહોચતી…
Read Moreજામનગર જિલ્લા આયોજન સમિતિની ચૂંટણી આગામી તા.૨૧ ડિસેમ્બરના રોજ યોજાશે
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લા આયોજન સમિતિની ચૂંટણી યોજવા માટેનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. જામનગર જિલ્લા પંચાયતના ૧૭ સદસ્યોની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો તા.૪ ડિસેમ્બરના રોજ સવારે ૧૧ થી બપોરના ત્રણ વાગ્યા સુધી દાખલ કરાવી શકાશે. તા.૬ ડિસેમ્બરના રોજ નામાંકનોની ચકાસણી, તા.૯ ડિસેમ્બર બપોરના ત્રણ વાગ્યા સુધીમાં ઉમેદવારી પાછી ખેંચી શકાશે તેમજ ચૂંટણી લડત ઉમેદવારોની આખરી યાદી તા.૧૧ ડિસેમ્બરના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. તા.૨૧ ડિસેમ્બરના રોજ સવારના ૯ વાગ્યા થી બપોરના ૧ વાગ્યા સુધી મતદાન કરવામાં આવશે તેમજ તા.૨૩ ડિસેમ્બરના રોજ સવારના ૯ વાગ્યાથી મત ગણતરી શરૂ…
Read Moreજામનગર જિલ્લા આયોજન સમિતિની ચૂંટણી અંગેની નોટિસ બહાર પાડવામાં આવી
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લામાં (જિલ્લા પંચાયત/નગરપાલિકાઓ)ના ચૂંટાયેલા સભ્યોમાંથી અને તેમના દ્વારા જિલ્લાનું નામ) જામનગરની જિલ્લા આયોજન સમિતિના સભ્યોમાંથી ૧૭ સભ્યોની ચૂંટણી યોજાશે. નામાંકન પત્રો ઉમેદવારે અથવા તેના પ્રસ્તાવકર્તાએ ચૂંટણી અધિકારીને અથવા તાલુકા વિકાસ અધિકારી જામનગર અને મદદનીશ ચૂંટણી અધિકારીને, તાલુકા પંચાયત જામનગર ખાતે (જાહેર રજા સિવાયના) કોઇપણ દિવસે સવારે ૧૧ વાગ્યાથી બપોરે ૩ વાગ્યાની વચ્ચે મોકલી આપવા જોઇશે, પણ તેથી મોડું કરવું જોઈશે નહિ. નામાંકન પત્રના નમૂના ઉપર જણાવેલા સ્થળે અને સમયે મળી શકશે. નામાંકન પત્રો ચકાસણી માટે તા.૦૬/૧૨/૨૦૨૩.(સ્થળ) ખાતે ૧૧.૦૦ કલાકે(તારીખ)ના રોજ લેવામાં આવશે.…
Read Moreગીર સોમનાથ જિલ્લાના ૬ તાલુકાઓમાં તા.૨૪ અને ૨૫ નવેમ્બરનાં રોજ રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩નું આયોજન
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ રાજયના ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડુતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તેવા શુભ હેતુસર રાજ્યનાં તમામ તાલુકાઓમાં તા. ૨૪.૧૧.૨૦૨૩ થી તા. ૨૫.૧૧.૨૦૨૩ દરમ્યાન બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત ગીરસોમનાથ જિલ્લાના ૬ તાલુકાઓમાં તા. ૨૪ નવેમ્બરનાં સવારે ૧૦.૩૦ કલાકે રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યુ છે. જિલ્લાના તમામ તાલુકામાં રવિ કૃષિ મહોત્સવનુ આયોજન છે. જેમાં ગીરગઢડા તાલુકામાં કોળી સમાજ વાડી દ્રોણેશ્વર રોડ તેમજ કોડીનાર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અંબુજા નગર, કોડીનાર…
Read Moreતાલાલાના બોરવાવ અને કોડીનારના મિતિયાજ ગામે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઈ અભિયાન
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ થીમ આધારિત સફાઈ અભિયાન ચાલુ છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકો સહભાગી થઈ રહ્યાં છે. તાલાળા તાલુકાના બોરવાવ ગામે જાહેર સ્થળોએથી પ્લાસ્ટિક અને અન્ય કચરા એકત્રીકરણ અને નિકાલ તેમજ સાફ સફાઈની કામગીરી કરવામાં આવી હતી ઉપરાંત કોડીનાર તાલુકાના મિતિયાજ ગામે રોડ સાઈડમાંથી પ્લાસ્ટિક અને અન્ય કચરા એકત્રીકરણ અને નિકાલ તેમજ સાફ સફાઈની કામગીરી કરવામાં આવી હતી. જેમાં ગ્રામજનોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સફાઈ કામગીરી કરી હતી.
Read Moreકોડીનાર નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારની ગટરની કરાઇ સફાઇ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ “સ્વચ્છતા હી સેવા” સફાઇ અભિયાન હેઠળ, કોડીનાર નગરપાલિકા ચીફ ઓફિસર વિનોદ સી. રાઠોડના માર્ગદર્શન હેઠળ શહેરમાં વિવિધ વિસ્તારની ગટરની સાફ સફાઇ કરવામાં આવી છે. સ્વચ્છતા હિ સેવા” સફાઇ અભિયાન હેઠળ, કોડીનાર નગરપાલિકા દ્વારા શહેરના ચીકુવાડી વિસ્તારમાં ભુગર્ભ ગટરની સાફ સફાઈ કરવામાં આવી હતી તથા જીન પ્લોટમાં આવેલ ખુલ્લી ગટરોમાંથી પ્લાસ્ટિક સહિતની ગંદકીની સાફ સફાઇ તથા લેગેસી વેસ્ટના નિકાલ ની કામગીરી કરવામાં આવી હતી.
Read More