હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ થીમ આધારિત સફાઈ અભિયાન ચાલુ છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકો સહભાગી થઈ રહ્યાં છે.
તાલાળા તાલુકાના બોરવાવ ગામે જાહેર સ્થળોએથી પ્લાસ્ટિક અને અન્ય કચરા એકત્રીકરણ અને નિકાલ તેમજ સાફ સફાઈની કામગીરી કરવામાં આવી હતી ઉપરાંત કોડીનાર તાલુકાના મિતિયાજ ગામે રોડ સાઈડમાંથી પ્લાસ્ટિક અને અન્ય કચરા એકત્રીકરણ અને નિકાલ તેમજ સાફ સફાઈની કામગીરી કરવામાં આવી હતી. જેમાં ગ્રામજનોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સફાઈ કામગીરી કરી હતી.