હિન્દ ન્યુઝ, જામનગર
જામનગર જિલ્લા આયોજન સમિતિની ચૂંટણી યોજવા માટેનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. જામનગર જિલ્લા પંચાયતના ૧૭ સદસ્યોની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો તા.૪ ડિસેમ્બરના રોજ સવારે ૧૧ થી બપોરના ત્રણ વાગ્યા સુધી દાખલ કરાવી શકાશે. તા.૬ ડિસેમ્બરના રોજ નામાંકનોની ચકાસણી, તા.૯ ડિસેમ્બર બપોરના ત્રણ વાગ્યા સુધીમાં ઉમેદવારી પાછી ખેંચી શકાશે તેમજ ચૂંટણી લડત ઉમેદવારોની આખરી યાદી તા.૧૧ ડિસેમ્બરના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. તા.૨૧ ડિસેમ્બરના રોજ સવારના ૯ વાગ્યા થી બપોરના ૧ વાગ્યા સુધી મતદાન કરવામાં આવશે તેમજ તા.૨૩ ડિસેમ્બરના રોજ સવારના ૯ વાગ્યાથી મત ગણતરી શરૂ કરવામાં આવશે અને પરિણામો જાહેર થશે. તેમ ચુંટણી ઓથોરીટી અને કલેકટર બી,એ. શાહ દ્વારા જાહેરનામું તેમજ જિલ્લા આયોજન અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.