હિન્દ ન્યુઝ, જામનગર
જામનગર જિલ્લામાં (જિલ્લા પંચાયત/નગરપાલિકાઓ)ના ચૂંટાયેલા સભ્યોમાંથી અને તેમના દ્વારા જિલ્લાનું નામ) જામનગરની જિલ્લા આયોજન સમિતિના સભ્યોમાંથી ૧૭ સભ્યોની ચૂંટણી યોજાશે. નામાંકન પત્રો ઉમેદવારે અથવા તેના પ્રસ્તાવકર્તાએ ચૂંટણી અધિકારીને અથવા તાલુકા વિકાસ અધિકારી જામનગર અને મદદનીશ ચૂંટણી અધિકારીને, તાલુકા પંચાયત જામનગર ખાતે (જાહેર રજા સિવાયના) કોઇપણ દિવસે સવારે ૧૧ વાગ્યાથી બપોરે ૩ વાગ્યાની વચ્ચે મોકલી આપવા જોઇશે, પણ તેથી મોડું કરવું જોઈશે નહિ.
નામાંકન પત્રના નમૂના ઉપર જણાવેલા સ્થળે અને સમયે મળી શકશે.
નામાંકન પત્રો ચકાસણી માટે તા.૦૬/૧૨/૨૦૨૩.(સ્થળ) ખાતે ૧૧.૦૦ કલાકે(તારીખ)ના રોજ લેવામાં આવશે. ઉમેદવારી પાછી ખેંચી લેવાની નોટિસ તા.૦૯/૧૨/૨૦૨૩ ના રોજ બપોરે ૩ વાગ્યા પહેલાં પોતાની કચેરી ખાતે ઉપર નિર્દિષ્ટ કરેલા અધિકારીઓ પૈકીના કોઇ એક અધિકારીને, ઉમેદવાર અથવા ઉમેદવારે નોટિસ પહોંચાડવા માટે લેખિતમાં અધિકૃત કર્યા હોય તેવા તેના પ્રસ્તાવકર્તા દ્વારા પહોંચાડી શકાશે.
ચૂંટણી કરાવવામાં આવી રહી હોય તેવા પ્રસંગમાં (કિસ્સામાં) મતદાન તા.૨૧/૧૨/૨૦૨૩ ના રોજ સવારે ૯.૦૦ કલાકથી અને બપોરે ૧.૦૦ કલાકોની વચ્ચે યોજવામાં આવશે. તેમ ચૂંટણી અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત)ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.