સાબરકાંઠા,
જ્યારે રાજ્યની તમામ શાળાઓ – કોલેજો માં ૬મહિના ની ફી માફ કરવામાં આવે તેમજ ઓનલાઇન શિક્ષણ બંધ કરવા માં આવે તે બાબતે આજ રોજ ના રજૂઆત કરવામાં આવી છે . જ્યારે રાજ્યની તમામ શાળાઓ કોલેજો ૪ મહિના થી બંધ છે ત્યારે હાલમાં સરકાર દ્વારા ઓનલાઇન શિક્ષણ કાર્ય સારું કરવામાં આવ્યું છે જેને કારણે વિદ્યાર્થી ઓ ને ખુબ જ પરેશાની થઈ રહી છે.
અખો દિવસ બાળકો મોબાઈલ મા જ પડ્યાં રહે છે. મોબાઈલ થી આખો ને નુકશાન થાય છે. જ્યારે મધ્યમ વર્ગ ના પરિવાર ને ૪ મહિના થી રોજગારી મળી નથી ત્યારે અમુક શાળા ઓ ઓનલાઇન શિક્ષણ ના બહાને એડવાન્સ ફી માંગવા દબાણ કરે નહિ તો કહે છે કે એડમિશન રદ કરવા માં આવશે તેવું સ્કુલ ના સતાધીશો કહી રહ્યા છે. તેથી સ્ટુડન્ટ યુનિયન કાઉન્શિલ દ્વારા માગણી કરવામાં આવી છે કે 6 મહિના ની ફી માફ કરવામાં આવે તેમજ ઓનલાઇન શિક્ષણ બંધ કરવા માં આવે.
રિપોર્ટર: ઋત્વિક પટેલ, સાબરકાંઠા