જોડિયા તાલુકાના પીઠડ ગામની વિદ્યાર્થીની ચૌહાણ ભૂમિકા રમેશભાઈ જવાહર નવોદય પરીક્ષા ઉત્તીર્ણ કરી પસંદગી પામી

જોડિયા,

જોડિયા તાલુકાના પીઠડ ગામની સરકારી શાળા શ્રી પીઠડ તાલુકા શાળાની વિદ્યાર્થીની ચૌહાણ ભૂમિકા રમેશભાઈ એ જવાહર નવોદય વિદ્યાલય દ્વારા ધો. 9 માં પ્રવેશ માટે લેવામાં આવતી પરીક્ષા આપી ઉત્તીર્ણ થઈ મેરીટમાં સ્થાન પામતા શાળા અને ગામનું ગૌરવ વધાર્યુ છે. શ્રી પીઠડ તાલુકા શાળાના આચાર્ય, શિક્ષકગણ, સી.આર.સી. કૉ. ઓર્ડીનેટર તેમજ ગામ લોકોએ તેને શુભેચ્છા આપી હતી અને ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છા આપી હતી. સાથે સાથે સી.આર.સી પીઠડ પરિવાર ના તમામ શિક્ષકોએ પણ તેને શુભેચ્છા આપી હતી. તેમજ શાળાની ગૌરવની બાબતે એક એ પણ છે કે આ વર્ષે NMMS ની પરીક્ષામાં આ શાળાના ત્રણ બાળકો મેરીટ લિસ્ટ માં આવેલા છે.

રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા

Related posts

Leave a Comment