હિન્દ ન્યુઝ, આનંદ આણંદના કુશ ફાર્મ બાકરોલ ખાતે તા-૨૭|૨૮ના રોજ શ્રીમદ જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી નિશ્વલાનંદ સરસ્વતીજીના અધ્યક્ષ સ્થાને “હિન્દુ રાષ્ટ્ર ધર્મસભા” તથા “હિન્દુ રાષ્ટ્ર સંગોષ્ઠી” કાર્યક્રમ રાખવામાં આવેલ. શ્રી ઋગ્વેદીય પૂર્વામ્નાય શ્રી ગોવર્ધનમઠ પુરીપીઠાધીશ્વર અનંત વિભૂષિત પૂજ્યપાદ શ્રીમદ્દ મહાભાગે ઉદ્ઘોષણા કરી છે કે આવનાર સાડા ત્રણ વર્ષ ની અલ્પાવિધિમાં ભારત હિન્દુ રાષ્ટ્ર બનશે જેનું એંશી ટકા કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે માત્ર વીસ ટકા કાર્ય બાકી રહેલું છે.” તેની પૂર્ણાહુતિ માટે પુરીપીઠાધીશ્વર શ્રીમદ્દ જગદગુરુ શંકરાચાર્ય મહાભાગ દ્વારા ભારત હિન્દુ રાષ્ટ્ર નિર્માણ સંકલ્પ પૂર્તિ હેતુ આયોજીત “રાષ્ટ્રોત્કર્ષ…
Read MoreDay: November 29, 2023
કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને જામનગરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, જામનગર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં તા.15મી નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’થી સમગ્ર દેશમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત જામનગર શહેરના ચાંદીબજાર ચોકમાં રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક વારસો, વન અને પર્યાવરણ તથા ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાનના રેકોર્ડેડ સંદેશ, શપથના વિડીઓનું પ્રસારણ તથા વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફિલ્મનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લભાર્થીઓએ સરકારની યોજનાઓ થકી તેઓને મળેલા લાભો અંગે પોતાનો અનુભવ વ્યક્ત કર્યો હતો. વિવિધ…
Read Moreકેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર તાલુકાના મોરકંડા ગામમાં પેવરબ્લોકના વિકાસ કામનું ખાતમુહર્ત કરવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, જામનગર રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે મોરકંડા ગામમાં પેવરબ્લોકના વિકાસ કામનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. રાજ્યસભાના સંસદ સભ્ય રામભાઈ મોકરીયાની ગ્રાન્ટમાંથી જામનગર તાલુકામાં આવેલા મોરકંડા ગામમાં સિદ્ધનાથ મહાદેવ મંદિર અને સ્મશાન ગૃહની આસપાસ રૂ.5 લાખના ખર્ચે નવા પેવરબ્લોક મુકવામાં આવશે. કેબિનેટ મંત્રીના હસ્તે પેવરબ્લોકના વિકાસકાર્યનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. તેમજ મંત્રીએ ગ્રામસભા ભરી હતી અને ગ્રામજનોની સાથે સંવાદ કર્યો હતો. કાર્યક્રમમાં, આગેવાન મુકુંદભાઈ સભાયા, દિનેશભાઈ પરમાર, મનજીભાઈ કટેશીયા, આજુબાજુના ગામોમાંથી પધારેલા અગ્રણીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર…
Read Moreજામનગરના ધ્રોલ તાલુકામાં SGFI સીધી રાજ્યકક્ષાની અંડર 19 સોફ્ટબોલ સ્પર્ધા યોજાઈ
હિન્દ ન્યુઝ, જામનગર રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગર અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત-ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી-જામનગર ગ્રામ્ય દ્વારા સંચાલિત SGFI સીધી રાજ્યકક્ષાની અંડર 19 સોફટબોલ સ્પર્ધા જામનગરની શ્રી ગણેશ વિદ્યાલય, ધ્રોલ તાલુકા ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધામાં સમગ્ર રાજયમાંથી ભાઈઓની કુલ 36 અને બહેનોની કુલ 34 ટીમોએ ભાગ લીધો હતો. અને કુલ 1100 જેટલા ખેલાડીઓએ આ સ્પર્ધામાં જોડાયા હતા. આ સ્પર્ધામાં ભાઈઓની કેટેગરીમાં પ્રથમ ક્રમાંકમાં સુમન વિદ્યાલય-અમદાવાદ, બીજા ક્રમે ધ ફ્રેંડઝ હાઈસ્કુલ, સલાલ-બનાસકાંઠા અને ત્રીજા ક્રમે વાણિયામીલ બીલીમોરા-નવસારીએ…
Read Moreકમોસમી વરસાદથી રાજ્યમાં થયેલા પાક નુકસાનીનો સર્વે આજથી જ શરૂ કરાયો, SDRFના ધોરણો મુજબ ખેડૂતોને ચૂકવાશે સહાય : પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ
હિન્દ ન્યુઝ, જામનગર પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર રાજ્યમાં તા. ૨૬ તથા ૨૭મી નવેમ્બરના રોજ ૧ મી.મી. (મીલિમીટર) થી લઈને ૧૫૧ મી.મી. કમોસમી વરસાદ વરસ્યો છે. હવામાન ખાતા દ્વારા જારી થયેલી વરસાદની સચોટ આગાહીના પગલે ખેતીવાડી ખાતા દ્વારા અગાઉથી જ ખેડૂતોને ખેતરમાં કાપણી કરીને પડેલા પાક તથા માર્કેટિંગ યાર્ડોને જણસીઓના જતન તથા પલળે નહીં તેવી વ્યવસ્થા કરવા સૂચના અપાઈ હતી. જેના કારણે મોટાભાગના પાકની નુકસાની બચાવી શક્યા છીએ. મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં ખરીફ પાકોનું આશરે ૮૬ લાખ હેક્ટરમાં…
Read Moreરાજકોટનાં ધોરાજી, જેતપુર, ઉપલેટા, જામકંડોરણા સહિતનાં તાલુકાઓમાં રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ
હિન્દ ન્યુઝ, રાજકોટ ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુસર રાજ્યનાં તમામ તાલુકાઓમાં બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રાજકોટ જિલ્લાનાં ધોરાજી, જેતપુર, ઉપલેટા, જામકંડોરણા સહિતનાં તાલુકાઓમાં રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ થઈ ચૂક્યો છે. જેમાં ધોરાજી તાલુકાનો કાર્યક્રમ ધારાસભ્ય ડૉ. મહેન્દ્રભાઈ પાડલિયાની ઉપસ્થિતિમાં ભગવતસિંહજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ, ધોરાજી ખાતે, જેતપુર તાલુકાનો કાર્યક્રમ શ્રી લેઉવા પટેલ સમાજ, થાણા ગાલોણ ખાતે, ઉપલેટા તાલુકાનો કાર્યક્રમ એ.પી.એમ.સી માર્કેટીંગ યાર્ડ ખાતે, જામકંડોરણા તાલુકાનો કાર્યક્રમ એ.પી.એમ.સી માર્કેટીંગ યાર્ડ ખાતે યોજવામાં આવ્યો હતો. આ મહોત્સવમાં કૃષિ પરિસંવાદ, કૃષિ પ્રદર્શન,…
Read More“વિકસિત ભારત સંકલ્પ યાત્રા- સપના કરશે સાકાર” મંત્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામા કુવાડવા ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો શુભારંભ કરાયો
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજ્યના દરેક નાગરિક સરકારની વિવિધ યોજનાની માહિતી અને યોજનાના લાભો લાભાર્થીઓ સુધી પહોંચાડી શકાય એવા લોકજાગૃતિના શુભ હેતુથી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે રાજકોટ જિલ્લાના કુવાડવા સ્થિત મિડલ સ્કુલ ખાતેથી લીલી ઝંડી આપીને શુભારંભ કરાવ્યો હતો. મંત્રી ભાનુબેન બાબરીયાએ કહ્યું હતું કે, વિકાસ સતત ચાલતી પ્રક્રિયા છે, દેશ વિકસિત બને ત્યાં સુધી અને ત્યારબાદ પણ વિકાસ અવિરત પણે થતો રહે તેવો સંકલ્પ આપણે સૌ કરીએ. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સમયમાં ગુજરાત વિકાસનું રોલ મોડલ બન્યું અને હાલમાં આ રોલ…
Read Moreમંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે બાખલવડ ખાતે આલણ સાગર ડેમની કેનાલ શરુ કરવામાં આવી
હિન્દ ન્યુઝ, જસદણ જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાનો લગતી બાબતોના વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે જસદણ તાલુકાના બાખલવડ ખાતે આલણ સાગર ડેમની કેનાલમા પાણીના વધામણા કરી કેનાલ શરુ કરવામાં આવી હતી. આ તકે મંત્રીએ સ્થાનિકોને સંબોધતા કહ્યું હતું કે, જસદણ તાલુકાની પાણીની સમસ્યા આજે ભૂતકાળ બની ગઈ છે. આજે નર્મદાના નીર અહીં સુધી પહોંચ્યા છે. આ કેનાલના શરૂ થવાથી જસદણ વિસ્તારના ખેડૂતોને રવિ પાક માટે સિંચાઈનું પૂરતું પાણી મળશે. પાણીની સમસ્યા દૂર કરી રાજ્ય સરકારે છેવાડાના માનવીને પણ વિકાસના મુખ્ય પ્રવાહમાં જોડ્યા છે. આ પ્રસંગે…
Read Moreમંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા દેવપરા અને હિંગોળગઢના ચેકડેમ ઊંડા ઉતારવાના કામનું ખાતમુહૂર્ત કરાયું
હિન્દ ન્યુઝ, જસદણ ગુજરાત સરકારના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા જસદણ અને વિંછીયા પંથકના પ્રજાજનો હિતાર્થે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના દેવપરા ગામ તેમજ વિંછીયા તાલુકાના હિંગોળગઢ ગામ નજીક આવેલા ચેકડેમ ઊંડા ઉતારવાના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતમાં દરેક વ્યક્તિને પૂરતું પાણી મળી રહે તે માટે સતત નવી સિંચાઈ યોજનાઓનો પ્રારંભ કરી, જૂની સિંચાઈ અને પીવાના પાણી માટેની યોજનાઓને નવી પાઈપલાઈન અન્ય સુવિધાઓ સાથે જોડી પાણી પુરવઠાને વધુ સુદૃઢ કરવામાં આવી રહ્યો છે.…
Read Moreમંત્રી ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં કોટડા સાંગાણીમાં તાલુકા રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણીમાં આજે તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવનો સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી શ્રીમતિ ભાનુબહેન બાબરિયાના અધ્યક્ષસ્થાને પ્રારંભ થયો હતો. અહીંની તાલુકા કન્યા શાળા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. જેમને સંબોધતા મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરિયાએ જણાવ્યું હતું કે, “ખેડૂતોની ચિંતા કરતા વર્તમાન વડાપ્રધાન તથા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ, રાજ્યમાં ખેડૂતો ખેતીમાં વધુ ઉત્પાદન મેળવી શકે અને આર્થિક રીતે સક્ષમ બને તેવા શુભ આશય સાથે કૃષિ મહોત્સવની શરૂઆત કરાવી હતી. એક સમય એવો હતો કે, ખેડૂતોને બિયારણ તેમજ અન્ય બાબતોની તપાસ માટે…
Read More