મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે બાખલવડ ખાતે આલણ સાગર ડેમની કેનાલ શરુ કરવામાં આવી

હિન્દ ન્યુઝ, જસદણ

જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાનો લગતી બાબતોના વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે જસદણ તાલુકાના બાખલવડ ખાતે આલણ સાગર ડેમની કેનાલમા પાણીના વધામણા કરી કેનાલ શરુ કરવામાં આવી હતી.

આ તકે મંત્રીએ સ્થાનિકોને સંબોધતા કહ્યું હતું કે, જસદણ તાલુકાની પાણીની સમસ્યા આજે ભૂતકાળ બની ગઈ છે. આજે નર્મદાના નીર અહીં સુધી પહોંચ્યા છે.

આ કેનાલના શરૂ થવાથી જસદણ વિસ્તારના ખેડૂતોને રવિ પાક માટે સિંચાઈનું પૂરતું પાણી મળશે. પાણીની સમસ્યા દૂર કરી રાજ્ય સરકારે છેવાડાના માનવીને પણ વિકાસના મુખ્ય પ્રવાહમાં જોડ્યા છે. આ પ્રસંગે મંત્રી સાથે સ્થાનિક અગ્રણીઓ, બહોળી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.

Related posts

Leave a Comment