આણંદમા ભારત હિન્દુ રાષ્ટ્રના સંકલ્પ સાથે શ્રીમદ્ જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી નિશ્ચલાનંદ સરસ્વતી ધર્મસભા યોજાઈ

હિન્દ ન્યુઝ, આનંદ

       આણંદના કુશ ફાર્મ બાકરોલ ખાતે તા-૨૭|૨૮ના રોજ શ્રીમદ જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી નિશ્વલાનંદ સરસ્વતીજીના અધ્યક્ષ સ્થાને “હિન્દુ રાષ્ટ્ર ધર્મસભા” તથા “હિન્દુ રાષ્ટ્ર સંગોષ્ઠી” કાર્યક્રમ રાખવામાં આવેલ.

શ્રી ઋગ્વેદીય પૂર્વામ્નાય શ્રી ગોવર્ધનમઠ પુરીપીઠાધીશ્વર અનંત વિભૂષિત પૂજ્યપાદ શ્રીમદ્દ મહાભાગે ઉદ્ઘોષણા કરી છે કે આવનાર સાડા ત્રણ વર્ષ ની અલ્પાવિધિમાં ભારત હિન્દુ રાષ્ટ્ર બનશે જેનું એંશી ટકા કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે માત્ર વીસ ટકા કાર્ય બાકી રહેલું છે.” તેની પૂર્ણાહુતિ માટે પુરીપીઠાધીશ્વર શ્રીમદ્દ જગદગુરુ શંકરાચાર્ય મહાભાગ દ્વારા ભારત હિન્દુ રાષ્ટ્ર નિર્માણ સંકલ્પ પૂર્તિ હેતુ આયોજીત “રાષ્ટ્રોત્કર્ષ યાત્રા” સાથે આણંદ શહેર પધાર્યા અને આ નિમિત્તે “હિન્દુ રાષ્ટ્ર ધર્મસભા” તથા “હિન્દુ રાષ્ટ્ર સંગોષ્ઠી” કાર્યક્રમ રાખેલ.

આણંદ શહેરના ધર્મપ્રેમી, રાષ્ટ્રપ્રેમી અને સર્વ સમાજના લોકોને સમરસતાના ભાવ પ્રગટાવતી દિવ્ય- અલૌકીક ધર્મસભામાં સહભાગી થવા આવ્યા આ કાર્યક્રમને સફળ બનાવવા પૌલમભાઇ પટેલ, દેવાંગભાઈ બ્રહ્મભટ્ટ, સૌરભભાઈ ભટ્ટ, સંદીપભાઈ પરમાર તેમજ હિન્દુ સંગઠનો જોડાયા હતા.

કાર્યક્રમમાં સાંસદ મિતેષભાઈ પટેલ, આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, સરદાર પટેલ યુનિવર્સીટીના કુલપતિ નિરંજનભાઈ પટેલ, રોશનભાઈ પટેલ સહિત ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

આણંદ બ્યુરોચીફ : ભાવેશ સોની

Related posts

Leave a Comment