ગીર સોમનાથમાં તહેવારો નિમિત્તે ટ્રાફિકની સમસ્યા નિવારવા તથા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જાહેરનામું

હિન્દ ન્યુઝ, ગીર રસોમનાથ       ગીર સોમનાથ જિલ્લામાં તા.૧૦/૧૧/૨૦૨૩ થી તા.૧૫/૧૧/૨૦૨૩ દરમિયાન દિવાળીના તહેવાર નિમિત્તે શ્રી સોમનાથ મંદિર ખાતે બહોળી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોવાથી ટ્રાફિકની સમસ્યા નિવારવા તથા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી બી.વી.લિંબાસિયા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. શ્રી સોમનાથ મંદિર ખાતે આગામી દિવાળીના તહેવારો દરમ્યાન યાત્રાળુઓની સલામતી જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ બનવા ન પામે તથા ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે મુજબનુ જાહેરનામુ બહાર પાડવામાં આવે છે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામા અનુસાર ગીર સોમનાથ જિલ્લો ફોજદારી કાર્યરીતિ…

Read More

દિવાળીના તહેવારો દરમ્યાન રામવન મુલાકાતીઓ માટે ખુલ્લુ રહેશે

હિન્દ ન્યુઝ, રાજકોટ          રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત ધ અર્બન ફોરેસ્ટ – રામવન દિવાળીના તહેવારો દરમિયાન મુલાકાતીઓ માટે રાબેતામુજબ ખુલ્‍લુ રહેશે. સામાન્યરીતે રામવન સફાઈ અને મેઇન્ટેનન્સ બાબતે અઠવાડિયાના દર સોમવારે બંધ રાખવામાં આવે છે પરંતુ તા.૧૨/૧૧/૨૦૨૩ના રોજ દિવાળી તહેવારો નિમિતે રામવન સહેલાણીઓ માટે ખુલ્લું રહેશે તેમ, મેયર શ્રી નયનાબેન પેઢડિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા અને બાગ બગીચા અને ઝૂ સમિતિનાં ચેરમેન સોનલબેન સેલારાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું. તેમણે સંયુક્ત યાદીમાં વધુ…

Read More

દિવાળી તહેવારમાં હાથબનાવટના દીવડાની માંગ વધતા “વોકલ ફોર લોકલ”ને પ્રોત્સાહન પુરૂં પાડતા હરનીશભાઈ માછી દિવાથી દિપ પ્રગટાવી ઘરમાં અજવાળું પાથરી અંધકારને ઉજાસમાં ફેરવે છે

હિન્દ ન્યુઝ, રાજપીપલા        VocalforLocal નાના માણસોને રોજગારી અર્થે ગ્રામીણ વિસ્તારના કારીગરોને પણ એક ઉત્તમ કક્ષાનું બજાર મળી રહે અને સ્થાનિક હાથ બનાવટની ઉત્પાદકતાને પ્રોત્સાહન મળે તેવા શુભ આશય સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વોકલ ફોર લોકલને ખૂબજ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. જેથી છેવાડાના માનવી પણ જાતે બનાવેલી કે હાથ બનાવટની વસ્તુઓનું યોગ્ય બજારભાવ સાથે વેચાણ કરી રોજગારી પ્રાપ્ત કરી શકે અને આત્મનિર્ભર તરફ આગળ વધે તેવો શુભ આશય રહેલો છે. દિવાળીનો તહેવાર આંગણે આવી ગયો છે ત્યારે રોશનીના ઝડમગાટ માટે દીવાનું પણ અનેરું મહત્વ હોય…

Read More