રખડતા પશુઓ પકડવા રાજકોટ મહાનગરપાલિકાની ૧૫ ટીમો દ્વારા ૨૪ કલાક રાઉન્ડ ધ ક્લોક કામગીરી

હિન્દ ન્યુઝ, રાજકોટ 

        રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલે સવારે ૬ ટીમ, બપોર પછી ૬ ટીમ તથા રાત્રે ૩ ટીમ એમ કુલ ૧૫ ટીમો દ્વારા શહેરમાંથી રખડતા પશુ પકડવાની કામગીરી ૨૪ કલાક ચાલુ કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી શાખા દ્વારા તા.૩૧/૧૦/૨૦૨૩ના રોજ ૬૬, તા.૦૧/૧૧/૨૦૨૩ના રોજ ૬૩, તા.૦૨/૧૧/૨૦૨૩ના રોજ ૭૩, તા.૦૩/૧૧/૨૦૨૩ના રોજ ૫૯, તા.૦૪/૧૧/૨૦૨૩ના રોજ ૬૨, તા.૦૫/૧૧/૨૦૨૩ના રોજ ૪૦, તા.૦૬/૧૧/૨૦૨૩ના રોજ ૬૨, તા.૦૭/૧૧/૨૦૨૩ના રોજ ૬૯, તા.૦૮/૧૧/૨૦૨૩ના રોજ ૬૧, તા.૦૯/૧૧/૨૦૨૩ના રોજ ૫૪, તા.૧૦/૧૧/૨૦૨૩ના રોજ ૪૪, તા.૧૧/૧૧/૨૦૨૩ના રોજ ૪૮, તા.૧૨/૧૧/૨૦૨૩ના રોજ ૩૮, તા.૧૩/૧૧/૨૦૨૩ના રોજ ૪૦, તા.૧૪/૧૧/૨૦૨૩ના રોજ ૩૧, તા.૧૫/૧૧/૨૦૨૩ના રોજ ૨૫ અને તા.૧૬/૧૧/૨૦૨૩ના રોજ ૩૯ પશુઓ એમ તા.૩૧/૧૦/૨૦૨૩ થી તા.૧૬/૧૧/૨૦૨૩ દરમ્યાન શહેરમાં રસ્તે રખડતા કુલ ૮૭૩ પશુઓ પકડવામાં આવ્યા હતા.

          રાજકોટ શહેરના પોપટપરા મેઈન રોડ, માધાપર ચોકડી પાસે, રેલનગર મેઈન રોડ, બજરંગવાડી મેઈન રોડ, પરસાણાનગર, ભોમેશ્વર, હંસરાજનગર, કીટીપરા, ૫૩ ક્વાર્ટર, રઘુનંદન સોસાયટી, આઈ.ઓ.સી. ડેપો, રેલવે પ્લોટિંગની બાજુમાં, હિંમતનગર, રંભામાંની વાડી, શાસ્ત્રીનગર, રૈયાધાર વિસ્તાર, શાંતિનગર ગેઈટ, બંસીધર પાર્ક, ન્યુ બાલમુકુન્દ સોસાયટી, સોમનાથ સોસાયટી, ગોપાલ ચોક, ખોડીયારનગર મેઈન રોડ, પુનિત ટાંકા પાસે, મુરલીધર ચોક, ગોકુલધામ, બેડીપરા, રાજારામ સોસાયટી, શક્તિ સોસાયટી, મીલપરા, ગાયત્રીનગર, નાળોદાનગર, રામનાથપરા મેઈન રોડ, કરણપરા કોટક શેરી, એસ.આર.પી. કેમ્પ., અક્ષર પાર્ક, કટારીયા ચોકડીથી મુંજકા ગામ બાજુનો રોડ, ૧૫૦ ફૂટ રીંગ રોડ તેમજ અન્ય વિસ્તારોમાંથી મળી કુલ ૮૭૩ પશુઓ પકડવામાં આવેલ છે.

· શહેરમાં પશુઓ રાખવા માટે પરમીટ/લાયસન્સ પશુપાલકે મેળવી લેવાનું રહેશે. પરમીટ/લાયસન્સ ધારક પશુપાલકો તેઓનાં પશુઓ પરમીટ/લાયસન્સ વાળી જગ્યામાં રાખી શકશે.

· RFID ચીપ અને ટેગ વિનાનાં પશુઓ તેમજ લાયસન્સ/પરમીટ વિનાના પશુઓ શહેરમાં રાખી શકતા નથી. આવા પશુઓ જપ્ત કરી ઢોર ડબ્બે પુરવામાં આવશે.

· પશુપાલકો પોતાની જગ્યાની બહાર પશુઓ કાઢી શકતા નથી/રાખી શકતા નથી.

· પશુઓને શહેરી વિસ્તારમાં ચરીયાણ માટે કાઢી શકતા નથી કે બહાર રાખી શકતા નથી.

· જાહેર માર્ગો/સ્થળો પર જોવા મળતાં પશુપાલકોના પશુઓ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

Leave a Comment