લોકડાઉન નો ચુસ્ત અમલ થાય એના માટે પીપલોદ ગામ માં પ્રવેશ ના બધા રસ્તા કરાયા બંધ

દાહોદ,

દાહોદ જિલ્લા ના પીપલોદ ગ્રામ પંચાયત તથા પોલીસ તંત્રના સહયોગથી એક અનોખી પહેલ કરવામાં આવી છે. લોકડાઉન નો ચુસ્ત અમલ થાય એના માટે પીપલોદ ગામ માં પ્રવેશ ના બધા રસ્તા કરાયા બંધ

સંપૂર્ણ વિશ્વ માં કોરોના મહામારીનો કહેર ચાલી રહ્યું છે એને લોકડાઉન નો સંપૂર્ણ રૂપે અમલ થાય એ માટે પીપલોદ ગ્રામ પંચાયત દ્વારા તથા પોલીસ તંત્ર ના સહયોગ થી પીપલોદ ગામ માં પ્રવેશ કરવાના રસ્તા બંધ કરી દેવામાં આવ્યા. જેનાથી બાર થી કોઈપણ વ્યક્તિ ગામમાં પ્રવેશ નહીં કરી શકે ને બિન જરૂરત લોકો ગામમાં લટાર મારવા નહીં આવી શકે. ગામમાં પ્રવેશ કરવું હોય તો પોલીસ તંત્રને કારણ બતાવીને વાહન વગર પ્રવેશ કરી શકાશે તથા પિપલોદ ગામમાં દરેક વ્યક્તિ ફરજિયાત રૂપે માસ્ક પેરવાનુ અનિવાર્ય કરેલ છે અને જે કંઈક વ્યક્તિ એનો ઉલ્લંઘન કરશે તો એના ઉપર દંડ લેવા માં આવશે પ્રથમ વખત ૨૫૦ રૂપિયા બીજી વખત ૫૦૦ રૂપિયા દંડ ની જોગવાઈ કરવામાં આવશે અને બાઈક ઉપર એક થી વધુ લોકો પકડાશે તેના ઉપર પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરાશે.

રીપોર્ટર : વિજય બચાણી, દાહોદ

Related posts

Leave a Comment