રાજકોટ જિલ્લાના માર્કેટ યાર્ડમાં આજથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું.

રાજકોટ,

‌૧૬/૪/૨૦૨૦ જ્યારે ગુજરાતમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. અને લોકડાઉન ની પણ સમય મર્યાદા વધારવામાં આવી છે. ત્યારે જગતનો તાત હેરાન પરેશાન છે. અને ખેડૂતોના ખેતરમાં પાક તૈયાર હોવા છતાં ખેડૂતો પોતાનો માલ વેચી શકતા નથી. જ્યારે આજ થી રાજકોટ જિલ્લાના માર્કેટ યાર્ડોમાં ઓનલાઇન રજીસ્ટ્રેશનની શરૂઆત કરવામાં આવી છે.

જ્યારે રાજકોટ જિલ્લાના જુદા- જુદા માર્કેટ યાર્ડમાં આજથી online રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. જે માટે યાર્ડ દ્વારા જુદા જુદા નંબર જાહેર કરવામાં આવ્યા છે. આજે સવારથી જ ખેડૂતો પોતાનો માલ વેચવા માટેના રજીસ્ટ્રેશન યાર્ડમાં કરાવવા માટે ધનધણાટી ફોન આવવાનું ચાલુ થઈ ગયું હતું.

જ્યારે બીજી તરફ ભારતીય જિલ્લા કિસાન સંઘ રાજકોટ દ્વારા ધિરાણની ફેરબદલી સરકાર દ્વારા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જિલ્લા કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયાએ જણાવ્યું હતું કે તો ખેડૂતોનુ જૂનું ધીરાણ જમા કરાવવા માટે બે મહિનાની છૂટ આપવામાં આવી છે. પરંતુ નવું ધીરાણ તેમને તો જ મળી શકે તેમ છે. જો તેઓ જુનુ ધીરાણ જમા કરાવે. સરકાર બેઠે બેઠું ખેડૂતોને ટનંઓવર કરી દે તે વધારે યોગ્ય છે.

આ નંબર પર ફોન કરીને માલ ની નોંધણી કરી શકાશે.

બેડી યાર્ડ (રાજકોટ ):૬૩૫૬૦૬૬૦૩૧, ૬૩૫૩૩૯૮૬૩૫
ગોંડલ યાર્ડ : ૭૩૫૯૨૮૦૫૬૭, ૯૭૭૯૫૦૦૮૭૨,
જસદણ યાર્ડ: ૯૫૮૬૬૮૩૯૮૩,
જેતપુર યાર્ડ: ૯૬૩૮૫૯૬૧૧૧,
ઉપલેટા યાર્ડ: ૯૦૩૩૩૧૬૯૧૦,
ધોરાજી યાર્ડ: ૯૯૦૫૦૨૪૩૭૦,

રીપોર્ટર : વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ

Related posts

Leave a Comment