ગ્રાહકોએ ખરીદી પહેલાં હોલમાર્કની સત્યતાની ખરાઈ કરવી

હિન્દ ન્યુઝ, રાજકોટ

      હોલમાર્ક વિના કે નકલી હોલમાર્કવાળા સોના કે સોનાના દાગીનાનું મોટો નફો રળવા માટે વેચાણ કરાતું હોય છે. આથી ગ્રાહકોએ ખરીદી પહેલાં હોલમાર્કની સત્યતાની ખરાઈ કરવી જોઈએ. આ માટે bis.gov.in અથવા તો બી.આઈ.એસ.ની એપની મદદ પણ લઈ શકાય છે. દરેક હોલમાર્કમાં એક યૂનિક HUID હોય છે. જેના આધારે હોલમાર્કની સત્યતાની ચકાસણી થઈ શકે છે.

      જો કોઈ ઉત્પાદન પર હોલમાર્ક કે આઈ.એસ.આઈ. માર્કાના દુરુપયોગના કિસ્સા ગ્રાહકોના ધ્યાને આવે તો, સાયન્ટિસ્ટ ઈ અને હેડ, બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ, એફ.પી. નં.૩૬૪ય/પી, વોર્ડ નં.૧૩, કાલાવડ રોડ, રાજકોટ અથવા તો Emailrjbo@bis.gov.in, hrjbo@bis.gov.in પર જાણ કરવા અપીલ કરવામાં આવી છે. આવી જાણકારી ગુપ્ત રાખવામાં આવશે, તેમ પારિજાત શુક્લા, (સાયન્ટિસ્ટ ઈ એન્ડ હેડ)ની યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment