હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર જિલ્લામાં વિવિધ સ્થળોએ સ્વચ્છતા ઝુંબેશ જોવા મળી રહી છે. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતાનાં કાર્યો કરવામાં આવ્યા છે. જે અંતર્ગત તા. ૬ થી ૧૧ નવેમ્બર ફ્લાયઓવર, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન સફાઇ, ગ્રામ્ય વિસ્તારોમાં ગાંડા બાવળનું પૃનિંગ તેમજ ચારકોલ/કોલ બનાવવા માટેની વ્યવસ્થા ગોઠવવા અંગેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
જેના ભાગરૂપે ગારીયાધાર તાલુકાના લુવારા ગામે કોલ બનાવવાની કામગીરી, વલ્લભીપુર તાલુકાના ચમારડી ગામે ગાંડા બાવળ કટીંગની કામગીરી, મહુવા તાલુકાના ખરેડ ગામે બાવળ કાપણી કામગીરી, જેસર તાલુકાના અયાવેજ ગામ ખાતે બસ સ્ટેન્ડની સાફ સફાઈ, ભાવનગર તાલુકા ના ગુંદી ગામે ગ્રામપંચાયત પાસે બાવળીયા ની સાફ સફાઈ ની કામગીરી, ઘોઘા વાળુકડ ગામે બસ સ્ટેન્ડની સાફ સફાઇ સહિતના તાલુકા કક્ષા અને ગ્રામ્ય કક્ષાએ લોકભાગીદારીથી સફાઈ અભિયાન વેગવંતુ બન્યું છે.