ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ તેમજ પ્રદ્યુમનભાઈ વાજાની ઉપસ્થિતિમાં ચીખલી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા તા.૧૫મી નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’થી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અન્વયે ગીર સોમનાથ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ છેવાડાના માનવી સુધી વિવિધ યોજનાકિય લાભો પહોંચાડી રહ્યો છે. આ જ ઉપક્રમે ઉના તાલુકાના ચીખલી ગામે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ તેમજ ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ વાજાની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ તકે, ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ વાજાએ જણાવ્યું હતું કે, વિકસિત દેશોની હરોળમાં ભારત અગ્રસ્થાને પોતાનું સ્થાન મેળવે તેવા હેતુસર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વિઝન સ્પષ્ટ છે. વિવિધ યોજનાઓથી સરકાર તમામ લોકોને આવરી રહી છે. જ્યારે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે દિર્ઘદ્રષ્ટિ સાથે સરકાર દ્વારા પ્રજાલક્ષી કાર્યો કરવામાં આવી રહ્યા છે. એવું જણાવી ઉપસ્થિત સર્વેને વધુમાં વધુ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે અપીલ કરી હતી.

આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે કૃષિ વિભાગ, સખીમંડળ, આરોગ્ય વિભાગ જેવી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો અને મેરી કહાની મેરી જુબાની હેઠળ વિવિધ યોજનાના લાભાર્થીઓએ રાજ્ય સરકારની યોજનાઓ થકી તેમને મળેલા લાભો અંગે જણાવી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ તકે, આરોગ્ય કેમ્પમાં ૨૫૦થી વધુ વ્યક્તિઓની આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી હતી. જ્યારે ઉજ્જવલા યોજના હેઠળ ૪ લાભાર્થીઓ નોંધવામાં આવ્યા હતાં. અને ડ્રોન નિદર્શન યોજવામાં આવ્યું હતું અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે વાર્તાલાપ યોજાયો હતો અને આ તકે નવા ૩૧ આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા હતાં.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ એભાભાઈ સહિત તાલુકા પંચાયતના સભ્યો તેમજ જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિ ચેરમેન લખમણભાઈ સહિત જિલ્લા પંચાયતના સભ્યો અને અગ્રણી બાબુભાઈ, સામતભાઈ, ઉના પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, હેલ્થ ઓફિસર સહિત સ્થાનિક ગ્રામજનોની પણ બહોળી ઉપસ્થિતિ રહી હતી.

Related posts

Leave a Comment