શહેરા પોલીસે લોકડાઉન દરમિયાન પોલીસ દ્વારા લોકડાઉનના ભંગ તથા મોટર વાહન કાયદા હેઠળની જોગવાઇ મુજબ ડીટેઇન કરેલા વાહનો ને મુકત કર્યા

શહેરા,

શહેરા નગરમાં લોકડાઉન દરમ્યાન વગર કામે મોટર સાયકલો તેમજ અન્ય વાહનો લઈ ભટકતા તત્વો સામે પોલીસે લોકડાઉનના ભંગ અન્વયે કાયદાકીય કાર્યવાહી કરી વાહનો ઝપ્ત કર્યા હતા, જેમાં ઝડપાયેલા વાહનો પૈકી જેને આર. ટી.ઓનો મેમો આપેલ હતો તેવા વાહનોને પોલિસ મથકે કાયદાની જોગવાઈ અનુસાર દંડ લઈ વાહનો છોડવામાં આવ્યા હતા. જેમાં વાહનો છોડાવવા આવેલા લોકો વચ્ચે સોશ્યલ ડિસ્ટન્ટ જળવાઈ રહે તેની સંપૂર્ણપણે તકેદારી રાખી હતી તેમજ લોકો લાઈનમાં માસ્ક પહેરીને જ ઉભા રહે તેની કાળજી પોલીસ તંત્ર દ્વારા લેવામાં આવી હતી. રાજ્ય સરકારના આદેશા અનુસાર લોકડાઉન દરમ્યાન ઝડપાયેલા વાહનોને મુક્ત કરવા પોલીસને જ્યાં સુધી લોકડાઉન ચાલુ રહે ત્યાં સુધી કાયદાકીય કાર્યવાહી દરમ્યાન અપાયેલા મેમાં પૈકી આર. ટી.ઓ.તરફ અપાયેલા મેમાં વાળા વાહનોને કાયદાની જોગવાઈ અનુસાર દંડનીય રકમ વસૂલી વાહનો છોડવા સત્તા સોંપવામાં આવી હતી.  જે અંતર્ગત મંગળવારે શહેરા પોલીસે આર.ટી.ઓ. મેમોવાળા વાહનો છોડવા પ્રક્રિયા આરંભી હતી.

પોલીસે કોરોના વાયરસની ગંભીરતાને ધ્યાને લઇ સંક્રમણ ન થાય તે હેતુને ઉજાગર કરી વાહન ચાલકો વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સ રાખી તેમજ માસ્ક પહેરાવી ઉભા રાખી વારા ફરતી એક બાદ એક વાહનોને કાયદાની જોગવાઈ અનુસાર દંડનિય રકમ ફટકારી વાહનો મુક્ત કર્યા હતા અને હવેથી લોકડાઉનનો ભંગ કરી વાહનો લઈ વગર કામે ન રખડવા સમજાવી ઘરે રહેવા અનુરોધ કર્યો હતો અને જો વગર કામે વાહનો લઈ ફરી રખડતા ભટકતા મળશો તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી સૂચના શહેરા પોલીસે આપી હતી.

રિપોર્ટર : તોફીક અન્સારી, પંચમહાલ

Related posts

Leave a Comment