નાના બાળકી નું તેના વાલી સાથે મિલન કરાવતી ચોટીલા પોલીસ

હિન્દ ન્યૂઝ, ચોટીલા 

      મ્હે. પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડિયા તથા નાયબ પોલીસ અધિક્ષક સી. પી. મુંધવા નાઓ એ સૂચન આપેલ કે હાલ માં સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલતી હોય જે અનવયે પોલીસ ને પબ્લિકના મિત્રો થાય ને રહેવું તેમજ હાલ ની પરિસ્થિતિ અનુસાર જેટલી થય શકે એટલા માણસોની મદદ કરવી જે અન્વયે પો. ઈન્સ. એસ એન ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ તેમજ પો. સબ. ઈન્સ. એમ. કે. ગોસાઈ સા. ની સાથે ચોટીલા પોલીસ સ્ટાફના માણસો પો. કોન્સ. પો કોન્સ. શેખાભાઈ તથા એ. એસ. આઈ એસ. એમ. ઓડેદરા વગેરે ચોટીલા ટાઉન વિસ્તાર માં પેટ્રોલિંગ માં હતા, તે દરમિયાન ફરતા ફરતા જલારામ મંદિર ની સાથે પહોંચતા એક બાળકી ઉ. વ. આશરે 6વાળી વારસ વગર ની એકલી રોડ ની સાઈડ માં ઉભી ઉભી રડતી જોતા તેની પાસે જય તેની ગાડી માં બેસાડી ચોટીલા પોલોસ સ્ટેશન ખાતે લાવી તેને નાસ્તો ની વ્યવસ્થા કરી બાદ તેનું નામઠામ પૂછી તેનું સરનામું પુછાતા તે સંતરામપુર ની હોવાનું જાણવતા સંતરામપુરના સરપંચ નો સંપર્ક કરી તે બાળકીના વાલી વારસ ની તપાસ કરી તેના વાલી ને ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવી તે બાળકી ને તેના વાલી સાથે મિલન કરાવી તે બાળકી ને તેના વાલી ને સોંપી. 

રિપોર્ટર : અજીત ચાંવ, ચોટીલા 

Related posts

Leave a Comment