ગીર-સોમનાથ જિલ્લાના કોવીડ હોસ્પિટલની અધિકારીઓ દ્વારા ચકાસણી

હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ

ગીર-સોમનાથ જિલ્લામાં કોરોનાનું સંક્રમણમાં વધારો થયો છે. આ સંક્રમણને અટકાવવા માટે વહીવટી તંત્ર દ્વારા અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. કોવીડ-૧૯ કારણે વધતા કેસોના કારણે જિલ્લામાં ડેડીકેટેડ કોવીડ હોસ્પિટલો કાર્યરત થઇ રહ્યા છે. સરકારી તથા ખાનગી કોવિડ હોસ્પિટલમાં આગ-અક્સમાતના બનાવો નિવારી શકાય તે માટે ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એસ.ભાયા, ડી.સી.એ.એમ. ઓફીસર ડો.જીતેન્દ્ર બામરોટીયા, ફાયર વિભાગના અધિકારી જતીન મહેતા અને ઇલેક્ટીક વિભાગના અધિકારી વાય.પી.ઝાલાની નિમણુંક કરવામાં આવી છે. આ ટીમ દ્વારા ગીર-સોમનાથ જિલ્લાના તમામ ખાનગી અને સરકારી કોવીડ હોસ્પિટલની મુલાકાત લઇ સેનીટાઇઝરનો યોગ્ય રીતે સંગ્રહ, જરૂરીયાત મુજબ એસ્ટીગ્યુંશર, ફિક્સ ફાયર ઇસ્ટોલેશન સીસ્ટમ અને ફાયર આલાર્મ અને સ્મોક ડિટેક્સન સિસટમ લગાવેલ છે તેની ચકાસણી કરી રાખવાની થતી તકેદારી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમ ચીફ ઓફીસરની યાદીમાં જણાવાયું હતું.

Related posts

Leave a Comment