મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સંપૂર્ણ સ્વસ્થ બે ડોકટરોની ટીમે હેલ્થ ચેકઅપ કર્યું: તમામ રિપોર્ટ નોર્મલ

ગાંધીનગર,

રાજ્યમાં કોરોના સંક્રમણ આયોજનબદ્ધ રીતે લડી રહેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સંપૂર્ણ સ્વસ્થ હોવાના અહેવાલો મળે છે.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું આજે ડોક્ટર આર કે પટેલ અને ડોક્ટર અતુલ પટેલ એમ બે ડોકટરોની ટીમ દ્વારા હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ચેકઅપ દરમિયાન વિજયભાઈના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સાથે ગઈકાલે ગાંધીનગરમાં બેઠક બાદ મોડેથી ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વિજયભાઈ રૂપાણી સહિત ગુજરાતના ઉચ્ચ રાજકીય વર્તુળો માટે ગુજરાતભરની પ્રજામાં ચિંતાની લાગણી ફેલાઇ હતી. આજે વિજયભાઈના તમામ રિપોર્ટ નોર્મલ આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
દરમિયાન, સાવચેતીના ભાગરૂપે મુખ્યમંત્રી વિજયભાઈ એક સપ્તાહ સુધી કોઈને મળનાર ન હોવાનું સીએમ ઓફિસમાંથી જાણવા મળે છે. આ એક સપ્તાહ દરમિયાન મુખ્યમંત્રી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતનું સંચાલન કરશે અને પોતાના નિવાસસ્થાનેથી જ કાર્યરત રહેશે.

Related posts

Leave a Comment