રાધનપુર શહેર મેન બજાર રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય, તંત્ર દ્વારા આંખ આડા કાન

હિન્દ ન્યુઝ, રાધનપુર

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ મેન બજાર માં ચાર રસ્તા થી લઈને બસ સ્ટેન્ડ રોડ થી વડપાસર તળાવ સુધી નો જતો રોડ બિલકુલ રોડ બિસ્માર હાલતમાં જોવાઈ રહેલ છે, આ રોડ એટલો બધો તૂટેલો છે કે અહીંથી નીકળતા વાહનો ડાંસ કરતા હોય તેમ લાગે છે મોટા ખાડા ટેકરા પડી ગયા છે. અહીંયાં રાધનપુર વિસ્તારમાં ચારથી પાંચ મોટા દવાખાના આવેલ છે તેમજ સરકારી રેફરલ હોસ્પિટલ છે જ્યાં જવા માટે પણ નગરમાટે એક જ રોડ છે તેથી આ રોડ કાયમ ટ્રાફિક થી ધમ ધમતો રહે છે છતાય તંત્ર દ્વારા આંખ આડા કાન કરાય છે ,આ રોડ પરથી નાનું વાહન લઈને નીકળનાર રાહગીર અમુક વખત પડી પણ જાય છે તેમજ નાની મોટી ઘટનાઓ કાયમ બનતીજ રહે છે છતાય મુંગુ તંત્ર આના પ્રત્યે ધ્યાન આપતું નથી ,અમુક વાર તંત્ર દ્વારા ખાડા ભરવાં માટી કે પથ્થર નખાય છે પણ થોડો સામન્ય વરસાદ આવતા રોડ વધુ ખરાબ બનતો જાય છે તંત્રને નગર પાલિકા ને સ્થાનિક આગેવાનો લોકો દ્વારા કેટલીય વાર રજૂઆતો કરવા છતાય આ રોડ તરફ ધ્યાન અપાતું નથી તંત્ર કોઈ મોટી જાનહાની કે દુર્ઘટના બને તેની રાહ જોતુ હોય તેમ હાલતો લાગી રહ્યું છે.આવા ખાડા ટેકરા રોડને લીધે જરાક વરસાદ પડતાં રોડ પર પાણી ભરાઈ જતાં ગાડી ચલાવવું અઘરું પડે છે નાના વાહન ચાલકો ખુબજ હાલાકી નો સામનો કરી રહ્યા છે.સ્કૂલ જતા બાળકો ને પણ ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે. રાધનપુર નગર પાલિકા તંત્ર આ રોડ બનાવવા માટે તત્કાળ ધ્યાન આપે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

આ રોડ વરસાદ આવતા ખરાબ હાલતમાં થઈ ગયેલ છે.તેમજ વેપારીઓ દ્વારા મામલતદાર સહિત અધિકારીઓ ને રજૂઆત પણ કરેલ છે આવેદન પત્ર પણ આપવામાં આવેલ છે. છતાય આ રોડ હજુ તૂટેલો અને બિસ્માર છે તંત્રને વારંવાર રજુઆત કરવામાં આવેલ પણ કોઈ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી અને નગરજનો તેમજ વાહન ચાલકો ભારે હાલાકી નો સામનો કરી રહ્યા છે.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

 

Related posts

Leave a Comment