હિન્દ ન્યુઝ, જૂનાગઢ
ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના ૭૨ માં જન્મદિવસ નિમિતે મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા ૭૨ વૃક્ષો જુનાગઢ મહાસાગર ટ્રાવેલ્સ ની ઓફિસ ની બાજુમાં મજેવડી ગેટ પાસે રોપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી જેમાં રાજ્ય સરકારના મંત્રી માન. દેવાભાઈ માલમ, કમિશનર રાજેશકુમાર તન્ના, મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા તેમજ કોર્પોરેશનના અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા
રિપોર્ટર : હિરેન નાગ્રેચા, જૂનાગઢ

