મહુવા તાલુકા તથા આજુબાજુના ગામડાના રસ્તા તથા નેશનલ અતિ થી અતિ બિસ્માર હાલતમાં

હિન્દ ન્યૂઝ, મહુવા

           મહુવા તાલુકા તથા આજુબાજુના ગામડાના રસ્તા અતિ થી અતિ બિસ્માર હાલત મા છે. ના કોઈપણ જાત નું ધ્યાન આપતું તંત્ર મા અનેક વાર રજૂઆત કરવા છતાં કોઈપણ જાત નું ધ્યાન નથી અપાતું. અનેક વાર મોટા અધિકારી કલેક્ટર, મામલતદાર, ધારાસભ્ય ને પણ રજૂઆત કરી છે છત્તાં કોઈ નિકાલ આવ્યો નથી. મહુવા ગામડા જઇએ તો બીજી વાર જવાનું વિચારીએ પણ તેવો રસ્તો છે કતપર, ભવાની, લાઇટ હાઉસ, બંદર, ખરેડ, ગઢડા, દેવળિયા આ બધા ગામ ના રસ્તા એટલી હદે ખરાબ છે. કોઈ પણ માણસ ને સારવાર અર્થે લાવવા હોય તો પણ ના લાવી શકાય એમ્બ્યુલન્સ ઈમરજન્સી કેવાય પણ રસ્તા ને લીધે તે સમય સર ના આવી શકે. ખરેડ ગઢડા જવાના રસ્તે પીંગલેશ્ચર મહાદેવ, ટોકરીયા મહાદેવ નું મંદિર આવેલું છે. જ્યાં દરરોજ ના હજારો ભાવિકો આવે છે છત્તાં રસ્તા થતાં નથી. ભવાની મંદિર જ્યાં ભવાની માતાનું મંદિર આવેલું છે, જે દરિયા કિનારે વસેલું છે, ત્યાં પણ હજારો ભાવિકો, પર્યટકો આવે છે પણ રસ્તા ની હાલત દિવસે ને દિવસે ખરાબ થાય છે. પણ તંત્ર જરાય ધ્યાન આપતું નથી. મહુવા થી રાજુલા તથા મહુવા થી તળાજા નેશનલ હાઈવે અતિ થી અતિ બિસ્માર હાલતમાં છે. આ હાઇવે માટે તો અનેક વાર છેક ઉપર લેવલ સુધી રજુઆત થય છે, પણ હાઇવે બનતો જ નથી. મહુવા થી રાજુલા જવું હોય તો ચાલીસ મિનિટ નો રસ્તો છે પણ રાજુલા જતા ત્રણ કલાક થાય છે. રાજુલા મા કોઈ પેશન્ટ બીમાર હોય અને મહુવા લાવવા હોય તો લાવતા લાવતા પેશન્ટ મૃત્યુ પણ પામી શકે છે. તેવી જ રીતે ભાવનગર જવા માટે બે કલાક ના રસ્તા મા સાડા ત્રણ કલાક થી પણ વધારે સમય જાય છે અને સાથે સાથે સમય વેડફાય. લોકો ના કામ ના થાય, પોતાના મોંઘાદાટ વાહન મેન્ટેનન્સ ખર્ચ વધારે આવે, ગાડી ખડખડ અવાજ કરે અને ખરાબ થય જાય છે અને અધિકારી બાબુઓ ને કોઈ વસ્તુ ની જરાય પડી નથી. હવે જોવાનું રહ્યું જિલ્લા મહાનગર પાલિકા, તાલુકા નગર પાલિકા ની ચુંટણી 28 તારીખ થી શરૂ થાય છે, તો આ ઉમેદવારો ને પબ્લિક માટે ધ્યાન આપે છે કે ખાલી ચુંટણી લડી પૈસા ખાવા માટે ચૂંટાય છે તેવી પબ્લિક મા રોષ વ્યક્ત કર્યો છે.

રિપોર્ટર : રાજકુમાર પરમાર,  મહુવા 

Related posts

Leave a Comment