હિન્દ ન્યૂઝ, આણંદ
પ્રાપ્ત માહિતી મુજબ તારીખ ૦૯ ફેબ્રુઆરી ૨૦૨૧ ના રોજ ખાઢલી ગામના હોમિયોપેથીક દવાખાનાની તથા આંગણવાડી ની મુલાકાત લેવામાં આવી તો જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો. સરકારી હોમિયોપેથીક દવાખાનુ જોવા મળ્યુ રામ ભરોસે તથા કોઈપણ પ્રકારની સાફ સફાઈ કરતાં ન હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા
અને આંગણવાડીમા પણ ફર્જ પર રહેલા બહેન આંગણવાડી મા મેથીની ભાજી સુધારી રહ્યા હતા. તેમને પુછવામાં આવ્યું કે હોમિયોપેથીક ડોક્ટર આવ્યા છે કે નથી ? તો જણાવ્યુ કે આવ્યા છે, પણ ખબર નથી ગયા હશે ક્યાંક ? તેવો જણાવ્યું હતું હવે સરકારી પગાર પુરો લઈને દવાખાનામાં પુરતો સમય ન ફાળવનાર ડોક્ટર ઉપર તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે એ જોવું રહ્યું.
રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ