હિન્દ ન્યૂઝ, ડભોઈ
ડભોઈ ખાતે સયાજીરાવ ગાયકવાડ અંડર-૧૪ ક્રિકેટ સ્પર્ધા ની ફાઇ નલ મેચ આજરોજ બરોડા ક્રિકેટ એસોસિએશ સંચાલિત ડભોઇ ખાતે આવેલ કોલેજ કેમ્પસના આઈ. ટી. આઈ મેદાનમાં યોજાઇ હતી. જેમાં બીલીમોરા અને પાટણ વચ્ચે ના રસપ્રદ જંગમાં બીલીમોરા ટીમ નો ભવ્યવિજય થયો.
સયાજીરાવ ગાયકવાડ ડિસ્ટ્રીક્ટ અંડર-૧૪ ટુર્નામેન્ટ છેલ્લા ૭ દિવસથી ગુજરાતના વિવિધ મેદાનોમાં ચાલી રહી હતી જેમાં ફાઇનલમાં આવેલી બે ટીમોમાં બીલીમોરા અને પાટણ વચ્ચેનો ખરાખરીનો જંગ આજરોજ ડભોઇ ખાતે બરોડા ક્રિકેટ એસોસિએશન સંચાલિત કોલેજ કેમ્પસના મેદાન ખાતે રમાઈ હતી. આ ટુર્નામેન્ટ માં કુલ ૮ ટિમો એ ભાગ લીધો હતો જેમાં ડભોઇ, મહેસાણા, પાટણ, મોટાફોફળિયા, નવસારી, બીલીમોરા, વ્યારા, રેસ્ટ ઓફ ડિસ્ટ્રીક જેમાં પહેલી બેટિંગમાં બીલીમોરા ની ટીમ દ્વારા ૧૧૫ રન કરવામાં આવ્યા હતા.
જ્યારે પાટણ ની ટીમ દ્વારા ૪૦ રન બનાવી ટીમ ના તમામ સભ્ય નાકામ થઇ જતાં બીલીમોરા ટીમને વિજેતા જાહેર કરાઈ હતી. આજે ફાઇનલ મેચ હોય જેને લઇને બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા વિજેતા ટીમને તેમજ રન્સપ ટીમને ટ્રોફી અને રોકડ ઈનામ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભૂતપૂર્વ ઇન્ડિયન ક્રિકેટર અતુલ બેદાડે સાથે જ વડોદરા કેળવણી મંડળના સહમંત્રી મુકેશભાઈ વસાઈવાલા હાજર રહ્યા હતા. બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા દર વર્ષે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે.
રિપોર્ટર : હુસેન મન્સૂરી, ડભોઈ