જસદણ શહેરની શ્રી આસ્થા શૈક્ષણિક સંકુલમાં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના ઉપક્રમે લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલ

હિન્દ ન્યુઝ, જસદણ

    જસદણ શહેરની શ્રી આસ્થા શૈક્ષણિક સંકુલમાં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના ઉપક્રમે લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલ.જેમાં તારીખ – ૨૨/૦૨/૨૦૨૪ રોજ પદ્મશ્રી દુલા ભાયા કાગ (ભગત બાપુ)ની પુણ્યતિથિ સ્મરણાંજલિ નિમિત્તે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના ઉપક્રમે લોક ડાયરોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહેશભાઈ સોયા (ગઢવી) અને દિલીપભાઈ તથા સંગીતવૃદે તેમની રચનાઓ રજૂ કરી હતી. આ સિવાય કવિ દુલા ભાયા કાગ રચિત દુહાઓ, છંદો, ગીતો કવિતાઓ, સ્તુતિઓ ખૂબ સારી રીતે રજુ કરેલ. આ સમગ્ર કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટીઓ, આચાર્ય, સ્ટાફગણો,શિક્ષકો અને વિદ્યાર્થીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

રિપોટર : વિજય ચાંવ, જસદણ

Related posts

Leave a Comment