વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને આવકારવા જસદણ ભાજપમા અનેરો ઉત્સાહ જોવા મળ્યો

હિન્દ ન્યુઝ, જસદણ

ભારતના યશસ્વી તેજસ્વી વિકાસશીલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટ પધારેલ ત્યારે તેમને આવકારવા માટે જસદણ શહેર માંથી તમામ વોર્ડ માંથી અલગ અલગ આગેવાનો દ્વારા એસટી બસ મારફતે કાર્યકરોને મોદીના આવકારવા માટે લઈ ગયેલ જેના ભાગરૂપે જસદણ વોર્ડ નંબર ત્રણમાં પણ અલગ અલગ સ્થળ ઉપર ત્રણ બસ આપવામાં આવેલ જે આ વિસ્તારના તમામ કાર્યકરો આગેવાનો અને પૂર્વ કોર્પોરેટરના સહકારથી સંપૂર્ણ ભરાઈ ગયેલ અને નરેન્દ્રભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ અને જય શ્રી રામના નારા લગાવતા લગાવતા રાજકોટ મુકામે ગયેલ જેમાં બસને લીલી જંડી આપવા માટે શહેર ભાજપના પ્રમુખ અનિલભાઈ મકાણી તેમજ મહામંત્રી મુકેશભાઈ જાદવ હાજર રહેલ તેમજ વોર્ડ નં 3 માથી પંકજભાઈ ચાંવ, જે.ડી.ઢોલરીયા, અશોકભાઈ મહેતા, અમરશીભાઈ રાઠોડ, રાધેશ્યામભાઈ દુધરેજીયા, અલ્પેશભાઈ ચૌહાણ, લાલાભાઇ છાયાણી, અલ્પેશભાઈ ઢોલરીયા, જે.બી.પરમાર જયરાજભાઈ, કલ્પેશભાઈ બારૈયા તેમજ મનસુખભાઈ સાનેપરા ચંદુભાઈ કચ્છી સહિત વિસ્તારના અનેક આગેવાનો સાથ સહકાર આપેલ.

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Related posts

Leave a Comment