હિન્દ ન્યૂઝ, હિંમતનગર
પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા સાબરકાંઠા જિલ્લા અધિક્ષક નીરજ કુમાર દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર હોય અને આચાર સહિતા અમલમાં હોય સંદર્ભે પ્રોહીબીશનની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા સૂચના હોય અને જે અન્વયે નાયબ પોલીસ અધીક્ષક હિંમતનગર વિભાગ, હિંમતનગર શહેરમાં વાહન ચેકિંગ ના કામગીરીમાં હતા ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર સર્કલનાં માર્ગદર્શન હેઠળ આજ-રોજ અમો તથા પોલીસ સ્ટાફના માણસો દેરોલ ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા.
તે દરમિયાન અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ સોનસિંહ ને ખાનગી રાહે હકીકત મળેલ કે રાજસ્થાનથી એક હોન્ડાઈ કાર નં-GJ-01-HQ-6071 ની વિજાપુર રોડ થઈ ગાંધીનગર તરફ જનાર છે. તેના આગળના ભાગમાં ગુપ્ત ખાનુ બનાવી તેમાં વિદેશી દારૂની બોટલો સંતાડેલ છે. જે હકીકતનાં આધારે વાહન ચેકિંગ આ કારની વોચમાં કરી રહેલ હતા.
તે દરમિયાન બાતમી હકીકતના આધારે સાચી આ કાર ત્યાં આવી આ કારને ફોર્ડન કરી પકડી પાડવામાં આવી. આ કારમાં ચેકિંગ કરી તો આગળના ભાગમાં તેમાં ડ્રાઇવર સીટની આગળના ભાગે ખુલ્લી બોટલો અલગ અલગ બ્રાન્ડની આશરે રૂપિયા- 25,260 ની વગર પાસ પરમીટની ગેર કાયદેસર હોય અને સાથે સાથે અલગ-અલગ મોબાઈલો આશરે રૂપિયા-5500/- તથા ગાડી માંથી રૂપિયા-2,00,000/- તેમજ ટોટલ રૂપિયા- 2,30,760/- નો મુદ્દામાલ સાથે ઝડપી લઈ આ બંને આરોપીઓ વિરુદ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં:-11209017210222 પ્રોહી એક્ટ કલમ-65 એ.ઈ.98(2),116(B),81,83 આ મુજબનો ગુનો નોંધવામાં આવેલ છે. તેમજ બંને આરોપીઓની કોવીડ-19 ની કાર્યવાહી કરી આગળની વધુ હાથ તપાસ હાથ ધરેલ છે. સાથે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનને પ્રોહીનો ગણનપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મેળવેલ છે. આ ગુનામાં સંકળાયેલ આરોપી દુર્ભયસિંહ દોલતસિંહ સીસોદીયા અને મનોહરસિંહ કાળુસિંહ સીસોદીયા મૂળ વતની રાજસ્થાનના છે.
હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.ડી. ચૌધરી, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર દિનેશભાઇ પુજાભાઈ , પોલીસ કોન્સ્ટેબલ રાજેશકુમાર લલ્લુભાઇ, પોલીસ કોન્સ્ટેબલ કિરપાલસિહ દીપસિહ, પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ સોનસિંહ, પોલીસ કોન્સ્ટેબલ ભાવેશકુમાર રામસિંહ, પોલીસ કોન્સ્ટેબલ પંકજકુમાર કાંતિલાલ આ ટીમે આજના આ દેશીદારૂના આરોપીઓને પકડી પાડતી હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન.
રિપોર્ટર : શાહબુદ્દીન શિરોયા, હિંમતનગર