વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષા નીમાબેન આચાર્યે શ્રવણતીર્થ યાત્રાની બસોને ભુજથી પ્રસ્થાન કરાવ્યું હતું

શ્રવણતીર્થ દર્શન યોજના ૨૦૨૨

હિન્દ ન્યુઝ, ભુજ

            વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ગઈકાલે  વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યે શ્રવણતીર્થ યાત્રા અન્વયે તીર્થસ્થાનના દર્શન કરવા જઈ રહેલા વરિષ્ઠ નાગરિકોની  પાંચ બસોને ભુજ આશાપુરા મંદિરથી લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. સિનિયર સિટીઝન માટેની આ શ્રવણતીર્થ યાત્રામાં ભુજથી ૨૫૦થી વધુ સિટીઝન માટે ધાર્મિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. વરિષ્ઠ નાગરિકોમાં દર્શનાર્થે જવાનો ઉત્સાહ જોઈને વિધાનસભા અધ્યક્ષાએ પણ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.

                    વરિષ્ઠ નાગરિકોના તીર્થસ્થાનના દર્શનાર્થે જવાની શ્રવણ તીર્થદર્શન યોજના વિશે જાણીએ .વૃધ્ધ માતા-પિતાને કાવડમાં બેસાડી યાત્રા કરાવનાર શ્રવણ તમામ દેશવાસીઓના હદયમાં અનોખું સ્થાન ધરાવે છે. આધુનિક યુગમાં ગુજરાત રાજ્યના વરિષ્ઠ નાગરિકો (સિનીયર સિટીઝન) ગુજરાતમાં આવેલા યાત્રાધામોના દર્શન સરળતાથી કરી શકે તે અર્થે ગુજરાત સરકારે “શ્રવણ તીર્થદર્શન યોજના” તાત્કાલીક અસરથી અમલમાં મુકી છે. ગુજરાતના વરિષ્ઠ નાગરિકો માટે મુખ્યમંત્રી દ્વારા અમલી શ્રવણતીર્થ દર્શન યોજના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા તા.૦૧/૦૪/૨૦૨૨થી પુન: ચાલુ કરવામાં આવી છે. શ્રવણતીર્થ દર્શન યોજના વિશે વધુ માહિતી માટે બોર્ડની વેબસાઈટ https://yatradham.gujarat.gov.in તથા ટેલિફોન નંબર ૦૭૯-૨૩૨૫૨૪૬૮ પર સંપર્ક કરી શકાય છે.

         ૬૦ વર્ષ કે તેથી વધુ વયના ગુજરાતના વતની ગુજરાતમાં આવેલા ધાર્મિક સ્થળોનો પ્રવાસ કરવા ગૃપ બનાવીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી.)ની કે ખાનગી લકઝરી બસ દ્વારા પ્રવાસ કરે તો તેઓને લકઝરી બસના ભાડાની ૭૫% રકમ રાજ્ય સરકાર દ્વારા ચુકવવામાં આવે છે. જો ખાનગી બસ ભાડે કરવામાં આવે તો, તે કિસ્સામાં ખરેખર ભાડુ અને એસ.ટી. બસનું ભાડું બેમાંથી જે ઓછુ હોય તેના ૭૫% ચુકવવામાં આવશે. પતિ કે પત્ની બંને સાથે પ્રવાસ કરતા હોય તો, બેમાંથી એકની ઉંમર ૬૦ વર્ષ કે તેથી વધુ હોવી જરૂરી છે. આ યોજનાનો લાભ લેનાર વ્યક્તિને સમગ્ર જીવનકાળ દરમ્યાન એક વાર આ લાભ મળવાપાત્ર રહેશે. કુલ ૩ રાત્રી અને ૩ દિવસના પ્રવાસની મર્યાદામાં આ લાભ મળવાપાત્ર થશે.

         આ યોજનાનો લાભ વ્યક્તિગત ધોરણે મળવાપાત્ર થશે નહી પરંતુ વરિષ્ઠ નાગરિકોનું ઓછામાં ઓછા ૨૭ નું ગૃપ બનાવીને બસ ભાડે કરેલ હોય તો જ મળવાપાત્ર થશે. યોજનાનું અમલીકરણ ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરવામાં આવે છે. ગુજરાતમાં સોમનાથ, દ્વારકા, અંબાજી, ડાકોર, ગીરનાર, શામળાજી, પાવાગઢ, પાલીતાણા, બહુચરાજી જેવા મુખ્ય યાત્રાધામો સાથે નાના મોટા બીજા અનેક પવિત્ર યાત્રાધામોનો પ્રવાસ કરી શકાય છે.

              વરિષ્ઠ નાગરિકોને ગુજરાત રાજ્યના ધર્મસ્થાનો પર દર્શન કરવામાં આ યોજનાથી સરળતા રહેશે .શ્રવણતીર્થ દર્શન યોજના ઓનલાઈન અરજી કરવા માટે  આ ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે.

અરજી કરનાર વ્યક્તિઓમાં ની મતદાર આઈડી કાર્ડ,આધારકાર્ડ, રેશનકાર્ડ, ગાડી ચલાવવા માટેની પરવાનગી, પાસપોર્ટ સાઇઝના ફોટા,રહેઠાણ નું પ્રમાણપત્ર ગેસ બિલ લાઈટ બિલ વગેરે….ઉલ્લેખનીય છે કે  આ યોજનાનો લાભ વ્યક્તિગત ધોરણે મળવાપાત્ર  નથી

Related posts

Leave a Comment