નેશનલ ગેમ્સ-૨૦૨૨ અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “સ્પોર્ટ્સ કાર્નિવલ”માં આજે ત્રીજા દિવસે ફૂટબોલ મેચ સહીતની વિવિધ ગેમ્સ અને એક્ટિવિટીઝ યોજાઈ

હિન્દ ન્યુઝ, રાજકોટ
           તા. ૨૯-સપ્ટેમ્બર થી તા. ૧૨ ઓક્ટોબર દરમ્યાન ગુજરાતમાં યોજાનાર ૩૬મી નેશનલ ગેઇમ્સ ગુજરાત-૨૦૨૨ની હોકી અને સ્વિમિંગની સ્પર્ધાઓ રાજકોટનાં યજમાન પદ હેઠળ યોજાનાર છે એ પૂર્વે રાજકોટમાં લોકોમાં સ્પોર્ટસ અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ કેળવવા અને નેશનલ ગેમ્સ માટે અનેરો માહોલ અને લોકઉત્સાહ સર્જવા તા.૧૫ થી ૧૮ સપ્ટેમ્બર દરમ્યાન સ્પોર્ટસ કાર્નિવલનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે, આ અનુસંધાનેરાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે ત્રીજા દિવસે શનિવારે તા. ૧૭-૦૯-૨૦૨૨નાં રોજ સાંજે ૫:૧૫ વાગ્યે રેસકોર્સ ખાતે ફૂટબોલ ગ્રાઉન્ડ, ગ્રાસ ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે રાજકોટ ડીસ્ટ્રીક્ટ ફૂટબોલ એસોસિએશન v/s મારવાડી કોલેજ ટીમ વચ્ચે મેન્સ ફૂટબોલ મેચ રમાયો હતો. જેમાં રાજકોટ ડીસ્ટ્રીક્ટ ફૂટબોલ એસોસિએશનની ટિમ ટોસ જીતી હતી અને મારવાડી કોલેજની ટીમ વિનર થઇ હતી.
આજની ઇવેન્ટમાં મેયર ડૉ. પ્રદિપ ડવ, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, ડેપ્યુટી મેયર ડૉ. દર્શિતાબેન શાહ, રાજકોટ શહેર ભાજપના અન્ય હોદ્દેદારઓ, કમિશનર એ.આર. સિંહ તેમજ રાજકોટ ડીસ્ટ્રીક્ટ ફૂટબોલ એસોસિએશનનાં હોદ્દેદારો વગેરે ઉપસ્થિત રહયા હતા. મેઇન સ્ટેજ ડેમોન્સ્ટ્રેશનમાં આજે ટેકવોન્ડો (સેલ્ફ ડીફેન્સ ફોર ગર્લ્સ, મિક્સ માર્શલ આર્ટસ, કિકસ, જુડો, બ્રેકિંગ, ફ્લેમિંગ), ઝુમ્બા તથા બોકવો, બાસ્કેટબોલ ડાન્સ, ફિટનેસ ગરબા (ગરબા વિથ વોર્મ અપ એન્ડ સ્તેચીંગ વિગેરે પરફોર્મન્સ કરવામાં આવ્યા હતા તેમજ મેઈન સ્ટેજ કલ્ચરલ ઇવેન્ટમાં હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા દ્વારા હસાયરો કાર્યક્રમ કરવામાં આવ્યો હતા. ફન ગેમ્સમાં લીંબુ ચમચી, કોથડા દોડ, ટગ ઓફ વોર, આર્મ રેસલીંગ અને ત્યારબાદ ફુટબોલ ગોલ ચેલેન્જ, બાસ્કેટ બોલ ગોલ ચેલેન્જ, હોકી ગોલ ચેલેન્જ, ક્રિકેટ ઇવેન્ટસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિજેતા ફૂટબોલ ટીમના ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
વધુમાં આજે સવારે ૦૭:૦૦ કલાકે આર્ટ ગેલેરી, રેસકોર્ષ ખાતે ફ્ન રન ઇવેન્ટ યોજાઈ હતી જેમાં ખુબ બહોળી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા.

Related posts

Leave a Comment