હિન્દ ન્યુઝ, રાધનપુર
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રવિધામ વિસ્તાર ના રામદેવપીર મંદિર ખાતે બજાણીયા સમાજ ના આગેવાનો દ્વારા મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા બજાણિયા સમાજ ના આગેવાનો દ્વારા તારીખ 20 /9/2022 ના રોજ ગાંધીનગર સી.એમ. હાઉસ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે સમાજ ના અમુક ચોક્કસ મુદ્દાઓ માટે બજાણિયા સમાજ ના આગેવાનો દ્વારા મુદ્દાઓ રજુઆત કરવા માટેની આજે રાધનપુર ખાતે બેઠક મળી હતી.
બજાણિયા સમાજ ના રજુઆત કરવા માટે ના મુદા
(1) બજાણીયા સમાજ માટે વાડી (ખેતર) ના પ્રશ્નો ના નિકાલ બાબતે
(2) બજાણીયા સમાજ ના બાળકો ના અભ્યાસ માટે તેમજ છાત્રાલય બાબત
(3) પ્લોટ વિહોણા લોકો ને પ્લોટ ફાળવણી બાબત
(4) બજાણીયા સમાજ ના લોકો ને મકાન સહાય બાબત
(5) સ્મશાન ના પ્રશ્નો વગેરે.. જેવા મુદ્દાઓ બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને રજુઆત કરવાની વાત સાથે સમાજ ના આગેવાનો એકત્રિત થયા હતા. આ પ્રસંગે બજાણીયા સમાજ ના આગેવાનો ધુડાભાઈ ગોચનાદ,ગાંડાભાઈ રણાવાડા,લક્ષમણભાઈ જલાલાબાદ,પાંચાભાઈ બાસ્પા, ગાંડાભાઈ સાદપુરા,મોહનભાઈ હારીજ, (વી.એસ.એસ.એમ ) કાર્યકર શંકરભાઈ તાતીયાણા (વી એસ.એસ.એમ.) કાર્યકર સોમભાઈ રાધનપુર તેમજ શિક્ષકગણ હાજર રહી ને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો
રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર