ગીર-સોમનાથ જિલ્લા અધિક કલેક્ટર બી.વી.લિંબાસિયાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટીની મિટિંગ યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

     ગીર-સોમનાથ જિલ્લા અધિક કલેક્ટર બી.વી.લિંબાસિયાના અધ્યક્ષસ્થાને ઈણાજ ખાતે રોડ સેફ્ટી કાઉન્સિલ મિટિંગ યોજાઈ હતી. રોડ સેફ્ટી બાબતે જિલ્લામાં થતા અકસ્માતોની સંખ્યા ઓછી કરવા લેવાતા પગલાઓ તેમજ અકસ્માતો અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

જિલ્લા અધિક કલેકટર ના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી અંગેની બેઠકમાં આર.ટી.ઓ. ઓફિસર વાઘેલા દ્વારા એજન્ડા પ્રમાણે સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં અકસ્માત નિવારવા રોડ પર સાઈન બોર્ડ, વાહન ચાલકના ડ્રાઇવિંગ લાઇસન્સની ચકાસણી તથા નેશનલ હાઈવે પર જ્યાં અકસ્માત ઝોન જણાય ત્યાં જોઈન્ટ વિઝીટ કરીને લોકોની સલામતી અને સુરક્ષા અંગેના પગલાં ભરવા ચર્ચા કરાઈ હતી અને જિલ્લામાં થયેલ અકસ્માતો અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં ઈન્ચાર્જ જિલ્લા પોલીસ અધિક્ષક જિતેન્દ્ર, પ્રાંત અધિકારી, આર એન્ડ બીના કાર્યપાલક ઈજનેર સુનિલભાઈ મકવાણા તેમજ શિક્ષણ વિભાગ, નગરપાલિકા, ફિશરીઝ વિભાગના અધિકારીઓ તેમજ સંબંધિત વિભાગના શીર્ષ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

 

             

Related posts

Leave a Comment