ગીર સોમનાથ જિલ્લા અધિક કલેક્ટર બી.વી.લિંબાસિયાના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

       ગીર સોમનાથ જિલ્લા અધિક કલેકટર અધિક કલેક્ટર બી.વી.લિંબાસિયાના અધ્યક્ષતામાં ઈણાજ કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં અધિક કલેક્ટર દ્વારા જનપ્રતિનિધિઓના લોકપ્રશ્નો અંગે જરૂરી ચર્ચા કરી અને સંબંધિત વિભાગના  અધિકારી ઓને ઝડપી અને સુનિયોજીત ઉકેલ લાવવા સૂચના આપવામાં આવી હતી.

સંકલન મિટિંગમાં લોક ફરિયાદ અને રાઈટ ટુ સી એમ અન્વયે મળેલી અરજીઓ, ક્વોરી ખનીજ લીઝ,સરકારી કચેરીઓની જમીન માપણી,અને ગેરકાયદેસર દબાણ દૂર કરવા જેવા સવાલો રજૂ કરવામાં આવ્યા હતાં. અધિક કલેક્ટર એ સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારી ઓને સમસ્યાનું યોગ્ય અર્થઘટન કરી અને ત્વરિત નિવારણ આવે એવા પ્રયત્નો હાથ ધરવા અંગે સૂચનાઓ આપી હતી.ઉપરાંત લોકો દ્વારા તથા જનપ્રતિનિધિ ઓના લેખિતમાં આવતા પ્રશ્નોનું ઝડપી અને ત્વરિત નિરાકરણ કરવા જણાવવામાં આવ્યું હતું અને બાકી રહેલા લોકપ્રશ્નોનું પણ ઝડપી નિરાકરણ લાવવા જરુરી માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં ઈન્ચાર્જ જિલ્લા પોલીસ અધિક્ષક જીતેન્દ્ર અગ્રવાલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દર્શના ભગલાણી, આર એન્ડ બી ના કાર્યપાલક ઈજનેર સુનિલભાઈ મકવાણા, પ્રાંત અધિકારી સહિત વનવિભાગ, પીજીવીસીએલ, આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, ખેતીવાડી વિભાગ, નગરપાલિકા, ફિશરીઝ વિભાગના અધિકારીઓ તેમજ સંબંધિત વિભાગના શીર્ષ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Related posts

Leave a Comment