હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર જિલ્લામાં પોષણ અભિયાન અંતર્ગત પોષણ પખવાડા માં તા. ૨૧ માર્ચના રોજ ભાવનગર જિલ્લામાં આઇસીડીએસ વિભાગ દ્વારા જિલ્લાની આંગણવાડીઓમાં શ્રી ધાન્ય નું વાવેતર કરવામાં આવ્યું હતું.
જેમાં નાના બાળકોને તથા તેમના વાલીઓને શ્રી ધાન્ય અંગેના ફાયદા સમજાવીને (શ્રી ધાન્ય) મિલેટથી બનતી વાનગીઓ અંગે માતાઓને સમજ આપવામાં આવી હતી.
પોષણ પખવાડિયા ઉજવણી અંતર્ગત ભાવનગર જિલ્લાની આંગણવાડી કેન્દ્ર મા બાળકો દ્વારા તેમજ આંગણવાડી વર્કર હેલ્પર દ્વારા આંગણવાડી કેન્દ્ર મા શ્રી ધાન્ય નુ વાવેતર કરવામાં આવ્યું અને શ્રી ધાન્ય આપણા રોજિંદા આહારમાં લેવા જોઈએ અને જાડા ધાન્ય માથી શુ શુ બનાવી શકાય એ માહીતી લાભાર્થી વાલીઓ ને આપવામા આવી હતી.