ગીર સોમનાથમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા કલા ઉત્સવ 2022-23 યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગીર સોમનાથ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા ડાયેટ ખાતે કલા ઉત્સવ 2022-23નું આયોજન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શકિતઓને ઉજાગર કરવા માટે દર વર્ષે જીસીઈઆરટી ગાંધીનગર દ્વારા કલાઉત્સવનું આયોજન કરવામાં આવે છે. જેના દ્વારા બાળકની કલાશકિતને પ્રોત્સાહિત કરવામાં આવે છે.

            આ તકે મંગલ પ્રાર્થના તથા દીપ પ્રાગ્ટયથી કલાઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કલાઉત્સવ વિદ્યાર્થીકેન્દ્રી હોય પ્રાચાર્યશ્રી તથા કન્વીનરશ્રીએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય અંગે શુભેરછાઓ પાઠવી હતી. આ કલા ઉત્સવમાં ચિત્રસ્પર્ધા, ગાયનસ્પર્ધા, વાદન સ્પર્ધા તથા કવિતા લેખન સ્પર્ધા યોજવામાં આવી હતી. તમામ એન્ટ્રીની વિશ્લેષણ વિભાગ વાઇઝ કુલ ૭૨ વિદ્યાર્થીઓની ચાર વિભાગમાં વહેંચણી કરવામાં આવી હતી. આ તમામ સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોને જે-તે સ્પર્ધાના નિર્ણાયકો દ્વારા જ ઇનામ, પ્રમાણપત્ર આપવામાં આવેલ તેમજ તેમની વિશેષતાઓ મર્યાદાઓ બાબત ધ્યાન દોરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કલા ઉત્સવમાં જિલ્લાના સીઆરસી-બીઆરસી એસવીએસની વેબિનાર યોજી તમામ વિભાગો અંગે તેમજ ગ્રાન્ટ ફાળવણી સંદર્ભે પ્રાચાર્ય દ્વારા તથા કન્વીનર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે  પ્રાચાર્ય વી.એમ.પંપાણીયા ગીર-સોમનાથ, ભરત મેસિયા વ્યાખ્યાતા ડાયટ જૂનાગઢ તથા ગીર-સોમનાથ બીઆરસીકોઓ, સીઆરસીકોઓ તથા નિર્ણાયકગણ અને બહોળા પ્રમાણમાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ રહી હતી.

Related posts

Leave a Comment