ગુજરાત સરકારની સંવેદનશીલતાએ માંડવી તા. ના એક ગામના રિક્ષાચાલકની ૪ માસની બાળકીને બહેરાશથી મુક્તિ અપાવી

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, ભુજ 

        સરકાર નાગરીકો માટે વાલીની ભુમિકા ભજવતી હોય છે. આ ભુમિકા અંતર્ગત સરકારે  શિશુમૃત્યુદર ઘટાડવા અને બાળરોગની સમસ્યાઓને ઓછી કરવા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમની એક નવી પહેલ શરૂ કરી છે. જેનો ઉદેશ્ય ૦ થી ૧૮ વર્ષના બાળકોનું સ્વાસ્થય સંરક્ષણ અને સશક્તિકરણ છે. બાળકોમાં જન્મથી જોવા મળતી મુશ્કેલી જેવી કે, કોઇપણ પ્રકારની વિકૃત્તિ, ઘાતક બીમારી, વિકલાંગતા સહિત બાળકના વિકાસમાં અવરોધ વગેરે બાબતોની તપાસ કરવાનો છે. તેમજ તપાસમાં કોઇ બાળકને સમસ્યા જણાય તો સરકાર મફતમાં સારવાર અને ઇલાજની સુવિધા પ્રદાન કરે છે તથા તેના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે પણ મદદગાર બને છે. આ જ યોજનાનો લાભ માંડવી તાલુકાના એક ગામના ગરીબ રીક્ષાચાલકની બહેરાશથી પીડાતી ૪ માસની બાળકીને મળતા તેને કાયમી બહેરાશ તથા વિકલાંગતાથી તો મુક્તિ મળી છે. સાથે સરકાર આ બાળકીના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે પણ માધ્યમ બની છે.

        માંડીને વાત કરીએ તો તા. ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ માંડવી તાલુકાના એક નાનકડા ગામના એક રીક્ષા ચાલકના ઘરે વ્હાલી દિકરીનો જન્મ થયો. પરીવારમાં બાળકીના જન્મથી ખુશીની લહેર હતી. પરંતુ બાળકી ૪ મહીનાની થઈ તો પણ કોઈ અવાજ સામે પ્રતિક્રિયા આપતી ન હતી. ઘુઘરાનો અવાજ, વાસણનો અવાજ, ફટાકડાના અવાજ સામે પણ કોઈ પ્રતિક્રિયા નહિ…

        બાળકીના પિતાએ બાળકીની સારવાર અર્થે ખુબ મહેનત કરી પરંતુ કાનની તપાસના બહુ ખર્ચાળ રીપોર્ટ તેમને પોષાય તેમ ન હતા. એ સમય દરમિયાન રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમ અંતર્ગત 4 D screening માં આ બાળકીની તપાસ કરવા માં આવી. જેમાં બાળકી ને Audiometry, bera test માટે RBSK Team  દ્વારા ભુજ રીફર કરવામાં આવી.

             રીપોર્ટ કરાવ્યાથી જાણ થઈ કે બાળકીને જન્મજાત બહેરાશ નામક ખોડખાંપણ છે. જેનું સમયસર ઓપરેશન ન થાય તો બાળકીની ખોડ કાયમી વિકલાંગતામાં પરિણમે…. ઓપરેશનનો અંદાજીત ખર્ચ ૧૫ લાખ રૂપિયા જેટલો હોવાનું જાણવા મળ્યું.

          માંડવી  RBSK Team દ્વારા બાળકીના પિતાને સરકારી યોજના અને ગાંધીનગર ખાતે cochlear implant નું મફત ઓપરેશન કરી આપવામાં આવશે તે વિશે સમજણ આપવામાં આવી. જે બાદ બાળકીના પિતાએ આ ઓપરેશનની સંપૂર્ણ માહિતી મેળવી અને ઓપરેશન માટે તૈયારી બતાવી.

       બાળકીને માંડવી  RBSK Team દ્વારા એમ્બ્યુલન્સ મારફતે બે વખત ગાંધીનગર લઈ જઇને ત્યાં ઓપરેશન માટે જરૂરી કાગળો, MRI, CT Scan તથા વેક્સિનેશન કરવામાં આવ્યું તથા બાળકીના ઓપરેશનની તારીખ આપવામાં આવી. તા. ૧૭/૦૮/૨૦૨૨ના રોજ બાળકીનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સફળ ઓપરેશન કરવામાં આવ્યું. 

Related posts

Leave a Comment