ગીર સોમનાથમાં તહેવારો તથા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

 જિલ્લાના નાગરિકોને શુધ્ધ અને સલામત ખોરાક મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગીર સોમનાથ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ઓગસ્ટ માસ દરમિયાન તંત્ર દ્વારા ૩૪ જેટલા ખાદ્યચીજોના નમુનાઓ લેવાયા છે જેની ચકાસણી બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

 હાલ તહેવારો તથા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જિલ્લાવ્યાપી તપાસ હાથ ધરીને તંત્ર દ્વારા ઓગસ્ટ માસ દરમિયાન ૩૪ જેટલા ખાદ્યચીજોના નમુનાઓ લેવાયા છે. આ નમુનાઓ ચકાસણી અને પૃથ્થકરણ અર્થે સરકાર માન્ય લેબોરેટરીઝમાં અને તંત્રની લેબોરેટરીઝમાં પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવેલ છે. આ નમૂનાઓના પરિણામ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

         ૦૧લી ઓગસ્ટથી ૧૭ ઓગષ્ટ ૨૦૨૨ દરમિયાન જિલ્લામાંથી સ્પેશ્યિલ ડ્રાઈવ કરી ખાદ્ય તેલના ૦૪ નમૂનાઓ, કઠોળના ૨૦, ફરાળી લોટના ૦૪, મીઠાઈ તેમજ ફરસાણના ૧૦, દૂધના ૦૫ નમુનાઓ લેવામાં આવેલ છે.

         ફૂડ સેફ્ટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝીગ્નેટેડ ઓફિસર એ.એમ.વાલુએ જણાવ્યુ હતું કે, જિલ્લાના નાગરિકોને શુધ્ધ અને સલામત ખોરાક મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફુડ સેફટી ઓફીસરો દ્વારા નિયમિત અસરકારક કામગીરી કરવામાં આવે છે.

તહેવારો દરમિયાન લોકોને સ્વસ્થ, સલામત અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે ચેકિંગ, સેમ્પલિંગ તથા સર્વેલન્સ નમૂનાઓની કામગીરી સાથે ફુડ સેફટી ઓન વ્હીલ્સ દ્વારા લોક જાગૃતિ અને ફૂડ બિઝનેસ ઓપરેટર્સ તથા સામાન્ય નાગરિકો માટે તાલીમ આપવામાં આવી રહી છે.

આ ઉપરાંત તહેવારો નિમિત્તે કલરવાળી તથા ચાંદીના વરખવાળી મીઠાઈ બાબતે જિલ્લાવ્યાપી સ્પેશ્યિલ ડ્રાઈવ કરવામાં આવી હતી, હાલ શ્રાવણ માસ નિમિતે ફરાળી લોટ અંગે પણ સઘન તપાસ અને નમુનાઓ લેવાની પ્રક્રિયા ચાલુ છે. એમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment