હિન્દ ન્યુઝ, બોટાદ
તા.16/06/2025ની સાંજે અંદાજીત 7.30 વાગ્યે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલરૂમ તરફથી લાઠીદડથી સાંગાવદર ગામ વચ્ચે પાણીના વહેણમાં ઇકો કાર સાથે 7 થી 8 લોકો તણાયા હોવા અંગેનો કોલ બોટાદ ફાયર કંટ્રોલરૂમને મળતા જ બોટાદ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. અને રેસ્ક્યુ કામગીરી શરુ કરવામાં આવી હતી. જરૂર પડતા અન્ય રેસ્ક્યુ ટીમને પણ ઘટના સ્થળે મોકલવામાં આવી હતી.
ફાયર ટીમ દ્વારા એક્સટેન્ડેડ લેડરનો ઉપયોગ કરી 2 લોકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પાણીના વહેણમાં તણાયેલી ઇકો કાર પણ શોધી લેવામાં આવી હતી. આજના દિવસે બોટાદ રેસ્ક્યુ ટીમ દ્વારા વહેલી સવારથી જ તણાયેલા બાકી લોકોને શોધવાની કામગીરી શરુ કરવામાં આવેલ આવી હતી. જેમાં 1 વ્યક્તિનો મૃતદેહ શોધવામાં આવ્યો છે અને હાલ અન્ય લોકોને શોધવાની કામગીરી શરુ છે. ઉપરાંત આ કામગીરી દરમ્યાન એક ખેતરમાં ફસાયેલાં 6 ખેતમજુરો ( 3 પુરુષ, 2 મહિલા અને 1 બાળક ) રેસ્ક્યુ ટીમને જોતાં મદદની પુકાર કરતા ફાયર એન્ડ રેસ્ક્યુ ટીમ દ્વારા તે તમામને પણ રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
બંનેના સલામત રેસ્ક્યૂ કરાયા છે.
1- પ્રિયાંકભાઈ મહેશભાઈ ચૌહાણ (ઉં.વ.24) રહેવાસી લાઠીદડ
2- યશવંતભાઈ વાવેતા (ઉં.વ. 47) રહેવાસી વિંછીયા
શોધખોળ ચાલુ
1-નયનાબેન યશવંતભાઈ વાવેતા (ઉં.વ.45) વિંછીયા
2-મંજુબેન કનુભાઈ વાવેતા (ઉં.વ.72) વિંછીયા
3-નીતાબેન મહેશભાઈ ચૌહાણ (ઉં.વ. 48) લાઠીદડ
4-હિતુબેન મહેશભાઈ ચૌહાણ (ઉં.વ. 52) લાઠીદડ
5-બાબુભાઈ તુલસીભાઈ ચૌહાણ(ઉં.વ.75) તા. ગોંડલ ગામ- શિવરાજગઢ
6-શારદાબેન બાબુભાઈ ચૌહાણ (ઉં.વ.72) તા. ગોંડલ ગામ- શિવરાજગઢ
7-ઉર્વશીબેન મહેશભાઈ ચૌહાણ (ઉં.વ.29) તા. ગોંડલ ગામ- શિવરાજગઢ

