બરવાળા તાલુકામાં અસરગ્રસ્ત થયેલા સ્થળાંતરિતો માટે બપોરના ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી

હિન્દ ન્યુઝ, બોટાદ 

     બરવાળા તાલુકામાં સતત વરસાદના કારણે સુરક્ષાને ધ્યાને લેતાં નિચાણવાળા વિસ્તારોમાંથી લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.40થી 50 જેટલા સ્થળાંતરિતોને પાવન સ્કૂલ કેમ્પસ ખાતે આશ્રય આપવામાં આવ્યો છે, જ્યાં તેમના માટે દૂધ-નાસ્તો, પાણી, આરોગ્ય અને સ્વચ્છતાની સાથે આજે બપોરના ભોજનની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. ભોજનમાં તમામ નાગરિકો માટે પૌષ્ટિક અને તાજો ખોરાક આપવામાં આવ્યો હતો.

Related posts

Leave a Comment