બોટાદ શહેરમાં આવેલા કૃષ્ણસાગર તળાવની મુલાકાત લઈ જળ સપાટીની સમીક્ષા કરતા બોટાદ નિવાસી અધિક કલેક્ટર

હિન્દ ન્યુઝ, બોટાદ 

       બોટાદમાં અવિરત વરસાદને કારણે તળાવ-નદી-નાળાઓમાં પાણીની મોટા પ્રમાણમાં આવક થઈ છે. ત્યારે બોટાદ નિવાસી અધિક કલેક્ટર પી.એલ.ઝણકાતે બોટાદ શહેરમાં આવેલા કૃષ્ણસાગર તળાવની મુલાકાત લઈ જળ સપાટીની સમીક્ષા કરી હતી. નિવાસી અધિક કલેક્ટરએ વહીવટી તંત્રના અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી. વહીવટી તંત્ર તરફથી બોટાદના નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, વરસાદ વચ્ચે તળાવો અને નદી નજીક ન જાય અને બાળકોને પણ ત્યાંથી દૂર રાખે.

Related posts

Leave a Comment