ભારે વરસાદ વચ્ચે આપાતકાલીન પરિસ્થિતિમાં બોટાદ જિલ્લાવાસીઓને જિલ્લા કન્ટ્રોલ રૂમ નં. 02849 271340, 02849 271341 પર સંપર્ક કરવા અનુરોધ

હિન્દ ન્યુઝ, બોટાદ 

      બોટાદ જિલ્લામાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે, વિવિધ તાલુકાઓમાં ધોધમાર વરસાદથી નદી-નાળાઓમાં વરસાદી પાણીની મોટા પ્રમાણમાં આવક થઈ છે. ત્યારે તાકીદની સ્થિતિમાં બોટાદ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સક્રિય અને સતર્ક છે. તંત્ર દ્વારા ભારે વરસાદ વચ્ચે આપાતકાલીન પરિસ્થિતિમાં બોટાદ જિલ્લાવાસીઓને જિલ્લા કન્ટ્રોલ રૂમ 02849 271340, 02849 271341 પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.    

નાગરિકો માટે મહત્વની સૂચનાઓ:

• નદી-નાળાઓ અને ડેમના નજીક જવાનું ટાળવું.

• બાળકોને પાણી ભરેલા વિસ્તારોમાં રમવા ન દેવું.

• વીજળી પડવાની સ્થિતિમાં ખુલ્લા મેદાનો કે ઊંચી જગ્યાઓથી દૂર રહેવું.

• સરકાર કે વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવું.

• સ્થળાંતર માટે તંત્ર તરફથી મળતી માહિતી મુજબ વહેલી તકે સ્થળ ખાલી કરવું.

સંકટના સમયે સહકાર મહત્વનો

બોટાદ જિલ્લાના કલેક્ટર ડો. જીન્સી રોય અને વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની જરૂરિયાતો માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. નાગરિકોને સહકાર આપવા અને સાવચેતી રાખવાનો અનુરોધ છે.

Related posts

Leave a Comment