હિન્દ ન્યુઝ, બોટાદ
બરવાળા તાલુકામાં ભારે વરસાદના પગલે ખાંભડા ડેમના ચાર દરવાજા ખોલાયા હતા. જે પૈકી આજે બે દરવાજા બંધ કરાયા છે. પ્રાંત અધિકારી, બરવાળાએ ડેમની મુલાકાત લીધી અને સમીક્ષા કરી હતી. ભારે વરસાદના કારણે ખાંભડા ડેમની જળ સપાટીમાં વધારો થયો હતો. પરિણામે, નજીકના વિસ્તારોમાં રહેતા 40 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પ્રભાવિત થયેલા લોકોને પાવન સ્કૂલ ખાતે કેમ્પમાં આશ્રય આપવામાં આવ્યો છે, જ્યાં તમામ સ્થળાંતરિતો માટે દૂધ- નાસ્તો, ભોજન સહિત તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કેમ્પમાં મહિલાઓ, બાળકો, વૃદ્ધો સહિત તમામ માટે આરામદાયક અને સુરક્ષિત વાતાવરણ ઉભું કરાયું છે. જ્યાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ દ્વારા મુલાકાત કરી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.
