સોમનાથના કાર્તિક પૂર્ણિમા મેળા નિમિત્તે ટ્રાફિક સમસ્યા નિવારવા તથા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જાહેરનામું

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

       સોમનાથ જિલ્લાના સોમનાથ મંદિર મુકામે આવેલ ગોલોકધામ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે કાર્તિકી પૂર્ણિમા મેળાનું પરંપરાગત રીતે આયોજન કરવામાં આવનાર છે. આ મેળામાં બહોળી સંખ્યામાં યાત્રાળુઓની અવર-જવરના કારણે લોકોની સલામતી માટે કોઈ અકસ્માતનો બનાવ ન બને તે હેતુસર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી બી.વી.લીંબાસીયા દ્વારા એક માર્ગીય રૂટ અને નો-પાર્કીંગ ઝોન અંગેનુ જાહેરનામુ બહાર પાડવા આવ્યુ છે.

જેમા શ્રી સોમનાથ મંદિર મુકામે આવેલ ગોલોકધામ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આયોજીત થનાર કાર્તિકી પૂર્ણિમાનાં મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા ટ્રાફીક નિયમન માટે એક માર્ગીય રૂટ ગુડલક સર્કલથી હમીરજી સર્કલથી પ્રજાપતિ ધર્મશાળા ત્રણ રસ્તાથી સફારી સર્કલ નવા સિમેન્ટ ત્રણ રસ્તા સુધીનો રોડ એક માર્ગીય રહેશે તેમજ નો-પાર્કીંગ ઝોન ગુડલક સર્કલથી હમીરજી સર્કલથી ગીતા મંદિર સુધી અને પ્રજાપતિ ધર્મશાળા ત્રણ રસ્તાથી સફારી સર્કલ સુધીના રોડ પ૨ તમામ પ્રકારના વાહનોના પાર્કિંગ ઉપર પ્રતિબંધ રહેશે.

આ જાહેરનામુ ઓન ડયુટી પોલીસ વાન, મેડીકલ વાહનો, અન્ય સરકારી વાહન, એસ.ટી.બસો, ઓન ડ્યુટી અતિ આવશ્યક સેવાના વાહનો અને અંતિમ વાહીનીને લાગુ પડશે નહી. આ જાહેરનામુ તા.૨૨/૧૧/૨૦૨૩ થી તા.૨૬/૧૧/૨૦૨૩ સુધી (બન્ને દિવસો સહિત) અમલમાં રહેશે. આ જાહેરનામાનાં ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.     

Related posts

Leave a Comment