લાજપોર મધ્યસ્થ જેલ ખાતે ધો.૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાઓ આપનારા કુલ ૨૧ બંદીવાનોને શુભેચ્છા પાઠવતા નાયબ અધિક્ષક એ.એચ.રાજપુત

હિન્દ ન્યુઝ, લાજપોર

      આજ થી શરૂ થતી ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે સુરતની લાજપોર મધ્યસ્થ જેલના ૨૧ બંદીવાનો પણ પરીક્ષા આપી રહ્યા છે. જ્યુડીશીયલ કસ્ટડી હેઠળના આરોપીઓ તથા સજા ભોગવતા કેદીઓ શિક્ષણના મૂળભૂત અધિકારથી વંચિત ન રહે તે હેતુથી, જેલ અને સુધારાત્મક વહીવટ (અમદાવાદ)ના પોલીસ મહાનિદેશક ડૉ.કે.એલ.એન.રાવના માર્ગદર્શન તેમજ સુરત-લાજપોર મધ્યસ્થ જેલના અધિક્ષક શ્રીપાલ શેષમાના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૨૫-‘૨૬ના શૈક્ષણિક વર્ષ દરમિયાન લાજપોર મધ્યસ્થ જેલમાં ‘પરીક્ષા સેન્ટર’ ખાતે જેલના ધો.૧૦માં અભ્યાસ કરતા પાકા કામના ૦૪ કેદીઓ તથા કાચા કામના ૦૬ આરોપીઓ મળી કુલ- ૧૦ બંદીવાનો તેમજ ધો.૧૨માં પાકા કામના ૦૪ કેદી તથા કાચા કામના ૦૭ આરોપીઓ મળી કુલ ૨૧ બંદીવાનો બોર્ડની પરીક્ષા આપશે. 

        જેલના નાયબ અધિક્ષક એ.એચ.રાજપુત તેમજ સિનીયર જેલર પી.ડી.હિહોરીયાએ ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા આપતા તમામ બંદીવાનોને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપી ફૂલ અને મિઠાઇ દ્વારા શુભેચ્છા પાઠવી હતી.

Related posts

Leave a Comment