દેવળી ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત પ્રતિભાવ વર્ણવતા દાહીમાં જયાબેન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

      કોડીનાર તાલુકાના દેવળી ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા સરકારની યોજનાથી લાભન્વિત થયેલા લાભાર્થીઓએ “મેરી કહાની, મેરી જુબાની” થીમ હેઠળ પોતાની સફળતાની ગાથા ગ્રામજનો સમક્ષ રજૂ કરી હતી.જેમા “મેરી કહાની, મેરી જુબાની અન્વયે રાધા ક્રિષ્ના મિશન મંગલમ મા જોડાયેલ અને DAY-NRLM યોજનાનો લાભ મળતા દાહીમાં જયાબેનએ પોતાના પ્રતિભાવો વર્ણવ્યા હતા.

રાધા ક્રિષ્ના મિશન મંગલમમા જોડાયેલ દાહીમાં જયાબેનએ ગ્રામજનો અને મહાનુભવો સમક્ષ પ્રતિભાવ વર્ણવતા જણાવ્યું હતું કે અમારા મંડળની બહેનોને લોન મળવાથી અલગ અલગ રોજગારીથી આવક મેળી રહી છે. અને બહેનોને જ્યારે જોઈએ ત્યારે લોન મળી રહે છે અને આર્થિક રીતે કોઈ અગવડતા પડતી નથી વધુમાં તેમણે સરકાર તરફથી મદદ અને યોજનાકીય લાભ મળવા બદલ ભારત સરકાર અને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

Related posts

Leave a Comment