રાજકોટ ખાતે ‘રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટી’ (R.V.P) દ્વારા મિટિંગ નું આયોજન

હિન્દ ન્યુઝ, રાજકોટ

              રાજકોટ ખાતે ‘રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટી’ (R.V.P.) દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગ માં ફક્ત રાજકોટના પદાધિકારીઓ જ હાજર રહી આ મિટિંગ નું કરેલ હતું. આ કાર્યક્રમ નો મુખ્ય એજન્ડા સરકારશ્રી પાસેથી વિકલાંગો ને મળતી સહાય સમયસર મળે તેમજ વિકલાંગોની માંગ સરકારશ્રી પૂરી કરે. આ મુદ્દે પદાધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખી તેમજ સરકારશ્રીના નિયમો નું પાલન કરી રાજકોટમાં ગીરીરાજ હોટલ (કાલાવડ રોડ) ખાતે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

સાથે સર્વે પદાધિકારીઓ એ હેન્ડ સેનેટરાઈઝ કરી, મોંઢા પર ફરજીયાત પણે માસ્ક પેહરીને તેમજ સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરી કાર્યક્રમ કરવામાં આવ્યું. જેમાં રાજકોટ જિલ્લાના મુખ્ય હોદ્દેદાર તરીકે દિનેશભાઈ ફટણીયા (રાજકોટ જી. અધ્યક્ષ), ચિરાગભાઈ રાજવીર અને ઇમરાનભાઈ બ્લોચ (રાજકોટ જી. ઉપાધ્યક્ષ), અનવરભાઈ મુસાણી (રાજકોટ જી. મહાસચિવ), સોનલબેન છાંટબર (જી.મ.મો. અધ્યક્ષ), ચંદ્રિકાબેન ડાભી (જી.મ.મો. મહાસચિવ) તેમજ અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

હર હંમેશ લોકસેવા માટે તત્પર રહેતા એવા ડૉ. સીમાબેન પટેલ (કાલાવડ) પણ આ કાર્યક્રમ માં ખાસ ઉપસ્થિત રહી R.V.P. સંગઠનને હર હંમેશ સહાયરૂપ બનશે તેમજ વિકલાંગોનાં તમામ પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવામાં અને ગુજરાતમાં વિકલાંગ ભાઈઓ-બહેનોને દરેક સમસ્યાઓમાં સાથ સહકાર આપીશ એવું ડૉ. સીમાબેન પટેલ એ જણાવ્યું હતું.

અંતે R.V.P. દ્વારા આવેલ તમામ પદાધિકારીઓને માસ્ક આપી, સૌ સાથે મળી અલ્પાહાર કરીને કાર્યક્રમ ને પૂર્ણ કરવામાં આવ્યું.

 

 

 

Related posts

Leave a Comment