રાજકોટમાં કોરોનાની મહામારી સામે તકેદારી રાખવા માટે સોશ્યિલ ડિસ્ટન્સ રાખવું અને માસ્ક પહેરવું ફરજીયાત…….

હિન્દ ન્યૂઝ, રાજકોટ,

રાજકોટમાં કોરોનાની મહામારી સામે તકેદારી રાખવા માટે લોકોએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજિયાત પહેરવાનું તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી. તેમ છતાં કેટલાક લોકોએ આ જાહેરનામાને ઘોળીને પી ગયા હોય તેમ સરાજાહેર માસ્ક પહેરતા નથી. જાહેરનામાનો ભંગ કરનાર આવા કુલ ૬૩ ગુનો નોંધી કાર્યવાહી કરી છે અને દંડ ભરવાની ના પાડતા કલમ 135 મુજબ પોલીસે ફરિયાદ નોંધી અને કાર્યવાહી કરેલ.

આ ઉપરાંત સિક્કાની બીજી બાજુ બહારગામ જઈ ને આવનાર કોરોના ને ઘરે લઈ આવી મહેમાન બનાવાય છે. માસ્ક નહિ પહેરનારા લોકોને રૂપિયા ૧૦૦૦નો દંડ કરે છે આવકાર્ય છે. પણ લક્ઝરી ખાનગી બસમાં ૧૮ મુસાફરોને માસ્ક વિનાના ગેલેરીમાં ખચોખચ બેસાડવામાં આવ્યા હતા. તંત્રની બેદરકારી અમુક લક્ઝરી બસનું ચેકિંગ થાય છે અમુક બસનું થતું નથી. જેથી કોરોના સંક્રમિત થતા જાય છે. તંત્ર ને નમ્ર અપીલ કે મુસાફરી કરનાર તેમજ માસ્ક ન પેહેર્યા હોય તેનું ધ્યાન રાખે તેની નોંધ લે.

રિપોર્ટર : રૂપેશ સોલંકી, રાજકોટ

Related posts

Leave a Comment