દોરડા કૂદ, લંગડી, સાતોલિયું, સંગીત ખુરશી, આંબલી-પીપળી, લેજીમ, મગદળ જેવી રમતોની જિલ્લા કક્ષા પરંપરાગત રમત સ્પર્ધા યોજાઈ

હિન્દ ન્યુઝ, અમદાવાદ 

અમદાવાદના રાણીપ વિસ્તારની કે.આર.રાવલ સ્કૂલ ખાતે દોરડા કૂદ, લંગડી, સાતોલિયું, સંગીત ખુરશી, આંબલી-પીપળી, લેજીમ, મગદળ, માટીની કુસ્તી જેવી રમતોની જિલ્લા કક્ષા પરંપરાગત રમત સ્પર્ધાનું રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા રમત ગમત અધિકારી, અમદાવાદ ગ્રામ્ય દ્વારા આ રમતગમત સ્પર્ધાઓનું સંચાલન કરવામાં આવ્યુ હતુ. આ સ્પર્ધાઓમાં 19 વર્ષથી નીચેની ઉંમરના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Related posts

Leave a Comment